દયાપર પીએમ વિદ્યાલય કૃષ્ણ જન્મોત્સવ સાથે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો
દયાપર : શ્રાવણી પર્વ જન્માષ્ટમી, કૃષ્ણ જન્મની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આઠમના રાત્રે ભગવાન બાલકૃષ્ણના જન્મ સાથે મટકીફોડનું વિશેષ મહત્વ છે અને લોકો આ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે જે અંતર્ગત લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે આવેલ વિદ્યા ભારતી અને ગુજરાત પ્રદેશ સંલગ્ન પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પીએમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા નાના ભૂલકા તેમજ વિદ્યાર્થીઓએ શાળામાં કૃષ્ણ જન્મ સાથે મટકી ફોડ ની ઉજવણી કરી હતી વિદ્યાલયના નાના ભૂલકાઓએ રાધાકૃષ્ણ તેમજ ગોવાળિયાઓના વેશ પરિધાનમાં બાળ કૃષ્ણ ભગવાનનું પારણું ઝુલાવી અહીંના પ્રાંગણમાં યોજાયેલા મટકી ફોડના કાર્યક્રમમાં “જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી” ઉત્સાહભેર જોડાઈને નાના ભૂલકાઓ દ્વારા મટકી ફોડવામાં આવી હતી જેમાં વિદ્યાલય સ્ટાફના ગુરુજનો સાથે વિદ્યાર્થીઓ જોડાયા હતા