નખત્રાણા ખાતે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો દ્વારા નખત્રાણા તાલુકાના અછત જાહેર કરવા રજૂઆત કરાય..

image

આજ રોજ નખત્રાણા ખાતે નખત્રાણા તાલુકાના અછત જાહેર કરવા પશુધનને પૂરતો ઘાસચારો પીવાના પાણીની મુશ્કેલી ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો પાક નુકસાન નું વળતર મજુર વર્ગ માટે મનરેગા યોજના સહિત તાલુકાને વહેલી તકે અછત જાહેર કરવા તાલુકા પંચાયતના સભ્યો અશ્વિનભાઈ રૂપારેલ.. ઓસમાણભાઈ સુમરા.. રિધ્ધીબેન નાયાણી.. કાજલબેન ગઢવી.. સલીમભાઈ જીયેજા.. ગીતાબેન આયર.. શારદાબેન આયર.. રમેશ દાનભાઈ ગઢવી સહીત આગેવાનોએ પ્રાંત કચેરીએ શ્રી શિવજીભાઇ પાયણ ને આવેદનપત્ર આપ્યો હતો જે રાજ્ય સરકાર અને કલેક્ટરશ્રીને રજૂઆત કરવા વિનંતી કરી હતી..
આજરોજ તાલુકા પંચાયત ખાતે ખાસ સામાન્ય સભામાં સર્વાનુમતે અછત તાલુકાને જાહેર કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો.. તેમજ તાલુકામાં વિકાસ માટે સૌને નિયમો મુજબ ફાળવણી કરવા વિનંતી કરાઈ હતી કોંગ્રેસ પક્ષના સૌ સભ્યોએ પોતાની રકમ ફાળવવા માંગ કરી હતી