છેતરપીંડી કરવાના ઇરાદે એક લાખના પાંચ લાખ તથા સ સોનુ આપવાની લાલચ આપી ઠગાઈ કરવાની કોશીષ કરશે.. .. ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

છેતરપીંડી કરવાના ઇરાદે એક લાખના પાંચ લાખ તથા સ સોનુ આપવાની લાલચ આપી ઠગાઈ કરવાની કોશીષ કરશે.. .. ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્ત સોનાની લાલચ તથા એક કા ડબલ કરી આપવાની લાલચ આપી આર્થીક લાભ મેળવતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પો.સ.ઈ. જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબ નાઓએ જિલ્લામાં અમુક ઇસમો દ્વારા ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર અલગ- અલગ નામની આઇ.ડી. બનાવી તેના મારફતે સોશ્યલ મીડીયામાં ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કિટના વીડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઇ તેઓની સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પ્રવિન્દ્રસિંહ ચૌધરી તથા રણજીતસિંહ જાડેજા નાઓને સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ હોય કે, “અજરૂદીન કાસમશા શેખ તથા અલીશા કાસમશા શેખ રહે. સરપટનાકાની બાજુમાં શેખ ફળીયુ ભુજ વાળાઓ ચીટીંગ કરવાની ટેવવાળા હોય અને સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ્સ (ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ તેમજ વોટસએપ) એપ્લીકેશનો ઉપયોગ કરી અલગ- અલગ નામોની આઇ.ડી. ગૃપો બનાવી તેના મારફતે સોશ્યલ મીડીયામાં ભારતીય ચલણી નોટોનો વિડીઓ બનાવી જેમા અલગ- અલગ બોક્ષો- થેલાઓમાં ભારતીય ચલણની નોટો બંડલો જેમા પ્રથમ નોટ સાચી અને ત્યાર બાદ તમામ કોરા બંડલો રાખી અને રૂપીયા એક લાખના બદલામાં રૂપીયા પાંચ લાખ આવવા સબંધેના તેમજ સોનાના બીસ્કીટોના વિડીયાઓ બનાવી તે બીસ્કીટ બજાર ભાવ કરતા સસ્તા ભાવે આપવાવા અંગેના વીડીયાઓ લોકોને લલચાવવા માટે લોભામણા વીડીયો બનાવી તે વીડીયાઓ મારફતે તેઓ વિવિધ લોકો સાથે સંપર્ક સાધી લાભમેળવવાના બહાને વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરે છે, તેના વિશ્વાસમાં આવેલ લોકો પાસેથી નાણાં પડાવી આર્થિક લાભ મેળવે છે તેમજ મેળવવાનો પ્રયાસ કરી રહેલ છે અને હાલે તેઓ બન્ને પોતાના કબ્જાની ફોર વ્હીલર ગ્રાન્ડ આઇ-૧૦ જેના રજી. નંબર GJ-18-EF-8500 વાળીમાં વાહેદના સ્કુલ ગ્રાઉન્ડ પાસે હાજર છે અને તેમના પાસે ચીટીંગ કરવાના હેતુંનો મુદામાલ પણ તેની ફોર વ્હીલ ગાડીમાં પડેલ છે તથા તેઓ અગાઉ ચીટીંગના ગુનાઓમાં પણ સંડોવાયેલ છે.” જે
મળેલ હકીકત આધારે ઉપર મુજબના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડેલ છે