માંડવી પો. સ્ટે વિસ્તારમાંથી ૧.૫ના મુદામાલ સાથે જુગારિયોં ઝડપાયા

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના અને માર્ગદર્શન આપેલ. જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબ તથા કર્મચારીઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન દેવજીભાઇ મહેશ્વરી તથા મુળરાજભાઇ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મનસુખ ઇશ્વરલાલ રાજગોર રહે. મોટા લાયજા તા.માંડવીવાળો પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનના જે મેઘવીજય બંગલો, મહાવીર નગરની સામે, મોટા લાયજા મધ્યે આવેલ છે તેના ઉપરના બીજા માળે રૂમમાં બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી ગંજીપાના વડે તીન પતીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી સચોટ અને ભરોષાલાયક બાતમી હકિકત મળેલ હોય જેથી સ્ટાફ દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા ઉપર મુજબના ઇસમોને ગેરકાયદેસર રીતે ગંજીપાના વડે પૈસાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમતા ઉપરની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.