આડેસરના ચકચારી હત્યા પ્રકરણે બે મહિના બાદ એક આરોપીની અટક

આડસેરના યુવાનને રાજસ્થાન લઈ જઈ મરણતોલ માર મારી હત્યા નીપજાવવાના બે મહિના પહેલાંના ચકચારી બનાવમાં હવે પોલીસે એક શખ્સને ઝડપી તેના રિમાન્ડ મેળવ્યા છે. જો કે, બનાવનો મુખ્ય સૂત્રધાર હજુ પણ પોલીસના સકંજામાં આવ્યો નથી. આડેસરમાં રહેનાર યુવાનને બુટલેગર શખ્સ ધંધાના હિસાબ માટે રાજસ્થાન આવવા દબાણ કરતો હોવાથી આ યુવાન તથા હરેશ સુસરા (ભરવાડ), કાના ભરવાડ, રમેશ ભરવાડ, બાબુ ભરવાડ સાથે કારમાં સવાર થઈને નીકળ્યો હતો. ફરી લીધા બાદ તેઓ તા. 19/6ના ઓમ બન્ના જવા નીકળ્યા. ર્ફોચ્યુનર તથા ક્રેટા ગાડીએ તેમને રોકાવ્યા હતા. મહાવીરસિંહને ક્રેટામાં બેસાડી તથા વિજયને પુના ભાણાએ પોતાની સાથે બેસાડી તેને અવાવરુ જગ્યાએ લઈ જઈ મરણતોલ ફટકા માર્યા હતા. બાદમાં મહાવીરસિંહને ધમકી આપી હતી. ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને પ્રથમ સ્થાનિકે, બાદમાં અમદાવાદ લઈ જવાતાં તેણે સારવાર દરમ્યાન તા. 29/6ના છેલ્લા શ્વાસ લેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. બે મહિના પહેલાં બનેલા આ ચકચારી બનાવમાં પોલીસે અતિ શોધખોળ કરીને માણાબાની સીમમાં જ હાજર એવા રમેશ નાગજી ભરવાડને પકડી પાડયો હતો અને તેના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં તેના 10/9 સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. આ બનાવના મુખ્ય આરોપી પુના ભાણાના અગાઉ આગોતરા જામીનને નકારી દેવાયા હોવાનું તપાસ કરનાર પી.આઈ. જે.બી. આચાર્યએ જણાવ્યું હતું