વ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભુજના સાતમ – આઠમના મેળામાં વ્યસન મુક્તિ માટે નાગરિકોને અપીલ કરાઇ

ગુજરાત સરકારના ગૃહ વિભાગના નશાબંધી અને આબકારી વિભાગ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ, ભુજ – કચ્છ ના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજના હમીસર કાંઠે યોજવામાં આવેલ સાતમ આઠમના મેળામાં લોકોને વ્યસન મુક્તિ માટે અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કચ્છ મોરબી ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા ભુજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી મનીષભાઈ બારોટ અને નશાબંધી વિભાગના ઇન્સ્પેક્ટર શ્રી શૈલેષભાઈ મારુ અને ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી શીતલભાઇ શાહ અને ઉપપ્રમુખ બેન શ્રી બિંદિયાબેન ઠક્કર , કારોબારી ચેરમેન શ્રી કમલભાઈ ગઢવી, દંડક બેન શ્રી રૂપલબેન ચાવડા તથા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી પિંકલબેન પટેલ તથા ભુજ નગર પાલિકાના પદાધિકારી તથા ચૂંટાયેલા પ્રતિનિધિ અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.