ઈરાનનું 90 ટકા ઓઈલ સપ્લાય ખતરામાં! અમેરિકન મિસાઈલ હુમલાથી વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ભડકા થવાની ભીતિ

image

ઈરાનનું 90 ટકા ઓઈલ સપ્લાય ખતરામાં! અમેરિકન મિસાઈલ હુમલાથી વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ભડકા થવાની ભીતિ અમેરિકા અને ઇરાન વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે વકરતું જાય છે. તાજેતરમાં મળતા અહેવાલ મુજબ ઈરાન માટે 90% ઓઈલ પ્રોસેસ કરતાં મહત્ત્વપૂર્ણ ખાર્ગ ટાપુ નજીક એક ઓઈલ ટેન્કર પર અમેરિકા દ્વારા મિસાઈલ હુમલો કરાયાની માહિતી સામે આવી છે. આ વખતે અમેરિકા દ્વારા મોટો હુમલો કરાયાની માહિતી સામે આવી રહી છે. ઓઈલથી ભરપૂર ઈરાની ખાર્ગ ટાપુ નજીકથી નીકળેલા ઓઈલ ટેન્કરને નિશાન બનાવતા અમેરિકાએ એક-બે નહીં પણ ચાર-ચાર મિસાઈલો ઝીંકી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈરાનના સ્ટુડન્ટ ન્યૂઝ નેટવર્ક દ્વારા આ હુમલાની પુષ્ટી કરવામાં આવી હતી.