માળિયા લાઈન અને ટપ્પર ડેમ પરનું ભારણ ઘટશે: શહેરોને વધુ પાણીમળવાની સાથે સરહદી વિસ્તારોના વિશાળ પશુધનની તરસ છીપાશે

કચ્છ જિલ્લામાં નર્મદાના નીર અવતરણ થયા બાદ સમગ્ર જિલ્લામાં પીવાના પાણી
અને સિંચાઈ ક્ષેત્રે અદ્ભુત ક્રાંતિ આવી છે. પરંતુ ભૌગોલિક રીતે અત્યંત વિશાળ અને
રણકાંઠાથી ઘેરાયેલા કચ્છના છેવાડાના અને અંતરિયાળ સરહદી ગામોમાં આજે પણ
પીવાના પાણીની ટકાઉ અને કાયમી વ્યવસ્થા ઊભી કરવી અત્યંત જરૂરી છે. આ
પ્રશ્નના કાયમી ઉકેલ અર્થે રાપરના પૂર્વ ધારાસભ્યશ્રી પંકજભાઈ મહેતા દ્રારા ચાલી
રહેલા “પ્રજા તંત્રના પ્રશ્નો” શ્રેણી અંતર્ગત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી
ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી લેખિત રજૂઆત કરવામાં આવી છે.
પૂર્વ ધારાસભ્યશ્રી પંકજ મહેતાએ મુખ્યમંત્રીશ્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે,
હાલમાં કચ્છમાં પીવાનું પાણી મોટાભાગે માળિયા તરફથી આવતી પાઈપલાઈન વડે
તેમજ કચ્છ નહેર વડે ટપ્પર તથા અન્ય ડેમો ભરીને પૂરું પાડવામાં આવે છે. આ
ડેમો અને લાઈનો દ્વારા કચ્છના મોટા શહેરો જેવાં કે અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભુજ,
મુંદ્રા ,માંડવી ,વગેરેને પીવાનું પાણી તેમજ ઉદ્યોગો માટે પાણી પૂરું પાડવામાં આવે
છે. તેમજ પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા કચ્છ જીલ્લા માં માનવ વસ્તી અને