ગાંધીધામમાં મુખ્યમંત્રી દ્વારા 286 કરોડના કામોનું ખાતમુહૂર્ત

image

ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં બુધવારે મુખ્યમંત્રી દ્વારા 286 કરોડના વિકાસ કામોનું વર્ચ્યુલી ખાતમુહૂર્ત કરવામાં આવશે આ કાર્યક્રમ ઇફકો ઓડિટોરિયમમાં યોજાશે અને રાજ્યમંત્રી તથા સાંસદ તેમજ તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.અગાઉ મુખ્યમંત્રી દ્વારા 169 કરોડના કામોનું ખાતમુરત કરાયું હતું. ગાંધીધામના રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડથી આદિપુર સુધીના અંદાજિત 135 કરોડના ખર્ચે લગભગ  10  કિલોમીટર નો રીંગ રોડ, મેઘપર બોરીચી તથા મેઘપર કુંભારડી ની 100 કરોડથી વધુની પાણીયોજના, 22 કરોડથી વધુના ખર્ચે મહાનગરપાલિકા ની મુખ્ય કચેરી તથા 20 કરોડથી વધુ ના અલગ અલગ માર્ગોના કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે મુખ્યમંત્રી વર્ચ્યુલી ખાતમુહૂર્ત કરશે અહીં ઇફકોના ઓડિટોરિયમ માં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ બપોર બાદ 3:30 વાગ્યાના અરસામાં કાર્યક્રમ યોજાશે અને પાંચ વાગ્યાના અરસામાં મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં જોડાશે તેવું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપરના ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા, ગાંધીધામ ના મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ, મ્યુનિસિપલ કમિશનર બીડી દવેરા,સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ તેમજ કોર્પોરેટરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.