ટ્રમ્પ, પુતિન અને જિનપિંગની મહાબેઠક પર દુનિયાની નજર

image

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના રાષ્ટ્રપતિ શી જિનાપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ચીનના શેનઝેનમાં ગુરુવારે ત્રિપક્ષીય બેઠક યોજવાના છે. શેનઝેનમાં યોજાનારી એપેક સમિટમાં ભાગ લેવા માટે ટ્રમ્પ ચીન પહોંચ્યા હતા, જ્યાં પ્રોટોકોલ તોડીને રાષ્ટ્રપતિ શી જિનાપિંગે તેમને આવકાર્યા હતા. મળતી માહિતી મુજબ, વિશ્વની ત્રણ અગ્રણી મહાસત્તાઓના નેતાઓ એકસાથે મળી રહ્યા છે, ત્યારે સમગ્ર વિશ્વની નજર આ બેઠક પર છે. આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે વિશ્વ વિવિધ વૈશ્વિક સંકટોનો સામનો કરી રહ્યું છે. ચીન 12 વર્ષમાં ત્રીજી વખત આ શિખર સંમેલનનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષની થીમ છે `સાથે મળીને સમૃદ્ધ થવા માટે એશિયા-પેસિફિક સમુદાયનું નિર્માણ’ એટલે કે, એક એવો એશિયા-પેસિફિક સમુદાય જે સામૂહિક પ્રગતિ દ્વારા સમૃદ્ધ બને છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ પરમાણુ શસ્ત્રોમાં ઘટાડો કરવા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા અંગે ચર્ચા કરવા માગે છે. ચીન પહોંચ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ જિનાપિંગ ડિનર કરતી વેળાએ વાતચીત કરી હતી.