દયાપરમાં મકાનમાંથી શરાબનો જથ્થો મળી આવ્યો:શખ્સ હાજર ન હતો

 લખપત તાલુકાના દયાપરમાં ઘરના આંગણામાંથી રૂા. 50,374નો શરાબનો જથ્થો પોલીસે કબજે  કર્યો હતો.જયારે આ દરોડા દરમ્યાન આરોપી હાજર મળ્યો ન હતો. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ એલ.સી.બી.એ શરાબ વેચાતો હોવાની બાતમીના આધારે બપોરે દયાપરના ઉમિયા નગરમાં આરોપી જયરાજસિંહ ખેતુભા સોઢાના કબજાના મકાન ઉપર દરોડો પાડતાં ત્યાં કોઇ હાજર મળ્યો ન હતો. આંગણામાં જ્યુપીટર ટુ-વ્હીલર પડી હતી. દીવાલ પાસે બોક્સ અને વિમલના થેલામાંથી અલગ-અલગ બ્રાન્ડની શરાબની બોટલ નંગ-52 જેની કિં.રૂા. 41,749, બિયરના ટીન નંગ-69 જેની કિં.રૂા. 8625 એમ કુલ્લે રૂા. 50,374નો શરાબનો જથ્થો તથા તેના વેચાણ માટે ઉપયોગમાં લેવાયેલી જ્યુપીટર ટુ-વ્હીલર કિં.રૂા. 30,000નો મુદ્દામાલ જપ્ત લઇ આરોપી વિરુદ્ધ દયાપર પોલીસ મથકે ગુનો દાખલ કરેલ છે.