રાજસ્થાનના યુવાનને અંજાર બોલાવી તેની પાસે બે લાખ મેળવી ઠગબજો ફરાર

froud

copy image

copy image

રાજસ્થાનના યુવાનને બેના છ લાખ કરી આપવાની લાલચ આપી અંજાર બોલાવી  યુવાન પાસેથી બે લાખ મેળવીને ઠગબાજો નાસી ગયા હતા. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ રાજસ્થાનના સિણધરી ખાળોત્રામાં રહેનાર યુવાન ગત તા. 22/7ના પોતાની ઈન્સ્ટાગ્રામ આઈડી પર રીલ્સ જોઈ રહ્યો હતો. તેવામાં  વિશાલ પટેલ 11 નામની આઈડીમાં રૂપિયાના બંડલો જોવા મળ્યા હતા, જેમાં સામેથી મેસેજ આવ્યા બાદ ફરિયાદીએ મેસેજ કર્યો હતો. બાદમાં બંને વચ્ચે વાત થઈ હતી. આ શખ્સે અમને વિદેશથી રૂપિયા આવતા હોવાથી એકના ત્રણ લાખ કરી આપવાની વાત કરી હતી અને બાદમાં રૂપિયાના બંડલવાળા વીડિયો પણ મુકાયા હતા. દરમ્યાન ફરિયાદી યુવાન કામ-ધંધા માટે બેંગ્લોર ગયો હતો, ત્યાં કામ ન મળતાં તા. 8/9ના અમદાવાદ પહોંચ્યો હતો, ત્યારે આરોપીએ મેસેજ કરી અંજાર મળવા બોલાવ્યો હતો, ત્યાં કળશ સર્કલ પાસે બોલાવી સફેદ રંગની નંબર વગરની સ્વિફ્ટ કારમાં આવી ફરિયાદી પાસેથી બે લાખ લઈ લીધા હતા અને નીચે ઊતરી ડેકીમાંથી છ લાખ કાઢી આપું તેમ કહી ફરિયાદીને નીચે ઉતારીને કાર હંકારી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.