ગાંધીધામ-કંડલા પાસે હિટ એન્ડ રનના બનાવમાં એકનું મોત

mm

શિપિંગ  ક્ષેત્રના અખબાર સાથે લાંબા ગાળાથી જોડાયેલા રહેલા પત્રકાર  68 વર્ષીય પી.જી. નાયરનું કંડલા પાસે હિટ એન્ડ રનના  બનાવમાં તત્કાળ મોત નીપજ્યું હતું. આ સૂત્રો પરથી મળતી માહિતી મુજબ ગાંધીધામ-કંડલા માર્ગ ઉપર ઈમામી કંપની પાસે માર્ગ અકસ્માતનો આ બનાવ બન્યો હતો. હતભાગી કારચાલક  કંડલા તરફ જતા હતા તે અરસામાં પૂરપાટ ઝડપે  આવેલા અજાણ્યા વાહનના ચાલકે  તેમની કારને હડફેટે લીધી હતી. બનાવ અંગે તેમના જમાઈને મેસેજ દ્વારા જાણ થઈ હતી, તેમણે  તેમના  ભાઈને જાણ કરતાં તેઓ અકસ્માત સ્થળે પહોંચ્યા હતા અને 108 મારફત રામબાગ હોસ્પિટલ લઈ જવાયા હતા.  જ્યાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ મામલે કંડલા મરીન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ જારી છે. તેમના અવસાનના સમાચારથી અખબારી આલમમાં શોકની લાગણી પ્રસરી હતી.