તારણવાળા ધિરાણ માટે ૧૨% તથા તારણવિનાના ધિરાણ માટે ૧૫% મુજબ વ્યાજની જોગવાઈ નાણાં ધિરધાર અધિનિયમ

ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ અન્વયે અત્રેના કચ્છ જિલ્લામાં નોંધાયેલ શાહુકારોની કુલ સંખ્યા-૨૬૩ છે.જે નોંધાયેલ તમામ શાહુકારોએ ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ ની જોગવાઈઓને આધિન કામગીરી કરવાની રહે છે. જેમાં તારણવાળા ધિરાણ માટે ૧૨% તથા તારણવિનાના ધિરાણ માટે ૧૫% મુજબ વ્યાજની જોગવાઈ નાણાં ધિરધાર અધિનિયમમાં કરેલ છે. તથા ગુજરાત નાણા ધિરધાર અધિનિયમનીકલમ-૨૩(૧) મુજબ નાણાંકીય વર્ષ દરમિયાન નાણાં ધિરધારે તેના હિસાબોનું ઓડીટકરાવવાનું રહેશે. ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમની કલમ-૨૧(૧) અંતર્ગત શાહુકારો દ્વારા ઓનલાઈન નોંધણી કરી તમામ માસિક/વાર્ષિક હિસાબો અને પત્રકો ઓનલાઈન ઈ- કોઓપરેટીવ પર રજુ કરવા જણાવવામાં આવેલ છે. પરંતુ આપશ્રીઓ દ્વારા માસિક/વાર્ષિક હિસાબો અને પત્રકો ઓનલાઈન ઈ-કોઓપરેટીવ પોર્ટલ પર રજુ કરવામાં આવતા નથી. જે નાણાં ધિરધાર અધિનિયમની કલમ-૪૪ નું ઉલ્લંઘન કરેલ હોય. જે ગંભીર બાબત જણાઈ આવેલ છે. વધુમાં, ૫૦ લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ખાતાના વૈધાનિક ઓડિટર પાસે દર વર્ષે ઓડિટ કરાવવાનું રહેશે તથા ૫૦ લાખથી વધુ ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ચાર્ટર્ડ એકાઉટન્ટ (સી.એ.) પાસે દર વર્ષે ઓડિટ કરાવવાનું રહેશે.જેથી તા.૩૧/૦૩/૨૦૨૬ અંતિતનું સત્વરે ઓડિટ પુર્ણ કરાવી ઓડિટ રીપોર્ટ ઓનલાઈન રજુ કરવા અવગત કરવામાં આવેલ છે. મ, ઉપરોક્ત સુચનાઓનું પાલન ન થયેલ બાબતે દિન-૧૦માં સ્પષ્ટતા સહ ખુલાસો રજુ કરવા જણાવવામાં આવે છે અન્યથા આપની સમક્ષ ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે.