અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન રૂ. 634 કરોડના મોટા નાણાકીય કૌભાંડનો પર્દાફાશ

અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન રોકાણના નામે ચાલતા રૂ. 634 કરોડના મોટા નાણાકીય કૌભાંડનો પર્દાફાશ કરી કંપનીના ડિરેક્ટર સહિત કુલ છ આરોપીઓને સકંજામાં લીધા છે . મળતી માહિતી મુજબ ‘જઉ ઙફુ’ અને ‘આક્ષફ ઙફુ’ નામની ઓનલાઈન એપ્લિકેશન મારફતે લોકોને ટૂંકા સમયમાં દૈનિક 0.15 ટકાથી 0.30 ટકા સુધીનું આકર્ષક વળતર અને રેફરલ બોનસની લાલચ આપી મોટા પાયે નાણાંનું રોકાણ થતું હતું. શરૂઆતમાં રોકાણકારોને થોડું વળતર ચૂકવી વિશ્વાસ કેળવ્યા બાદ શખ્સોઓએ એપ્લિકેશનની સેવાઓ બંધ કરી નાણાં પરત ન આપીને મોટી છેતરપાઈ આચરી હતી. દેશભરમાંથી ગઈઈછઙ પોર્ટલ પર આ નેટવર્કના 12 બેન્ક ખાતાઓ વિરુદ્ધ 83 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે, જેમાં રૂ. 23 કરોડથી વધુની ફ્રોડ રકમ સામે આવતા પોલીસે સાત કંપનીઓના આશરે 15 બેન્ક ખાતાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ ચકચારી ઓનલાઈન ઠગાઈના પ્રકરણમાં પોલીસે આશિષભાઈ છગનભાઈ ગેડિયા , ભાવેશભાઈ ધીરુભાઈ ચૌહાણ , નિશી સત્યનારાયણ પ્રસાદ , સોહિલભાઈ જીતેન્દ્રકુમાર મકવાણા , નિરવકુમાર અરાવિંદભાઈ પટેલ અને એસ.ડી. હબ કંપનીના ડિરેક્ટર સૂર્યસિંહ જગતસિંહ રાઠોડ સહિતના છ આરોપીઓની ધરપકડ કરી છે.