કોટડા જડોદરની ગૌચર જમીનમાં પાવર ગ્રીડ દ્વારા સટોક પાઇલિંગ કરવામાં આવતું હોવાથી ફરિયાદોને ધ્યાને લઈ પ્રાંતે સ્થળ મુલાકાત કરી

WhatsApp Image 2026-09-09 at 10.06.02 PM

નખત્રાણા તાલુકાના કોટડા-જડોદર ખાતે ગૌચર જમીનમાં પાવર ગ્રિડ દ્વારા સ્ટોકપાઇલિંગ કરવામાં આવતું હોવાની મળેલી ફરિયાદના અનુસંધાને આજે નખત્રાણા એસ.ડી.એમ ઉત્કર્ષ ઉજવલ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. સ્થળ પર પંચાયતના પ્રતિનિધિઓ, ગૌ સમિતિના સભ્યો તથા પાવર ગ્રિડના પ્રતિનિધિઓ સાથે સમગ્ર બાબતે ચર્ચા કરી જરૂરી માહિતી મેળવવામાં આવી હતી. લોક ફરિયાદોને ધ્યાને લઈ પ્રાંત દ્વારા સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું
દરમિયાન સરકારી તથા ગૌચર જમીન પર સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વિના કોઈપણ પ્રકારનું સ્ટોકપાઇલિંગ કરી શકાય નહીં તે અંગે પાવર ગ્રિડના પ્રતિનિધિઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ સરકારી જમીનના ઉપયોગ અંગે પ્રવર્તમાન નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું હતું. ગૌચર બાબતે તથા સરકારી જમીન બાબતે કોઈની પણ ફરિયાદો હોય તેને ખાસ ધ્યાને લેવી એવી પણ ખાસ સુચના આપવામાં આવી હતી