એસીબી સફળ ટ્રેપ,

આરોપી:-
માધવભાઈ મનુશંકર ધાંધલીયા, ઉવ.૨૯, ગ્રામ સેવક, વર્ગ-૩, છોટાઉદેપુર સેજો-ચીલરવાંટ, હાલ રહે. ફોરેસ્ટ કોલોની ક્વાટર્સ, આધાર મોલની સામે, પોલીસ લાઈન પાસે, ફતેપુરા જી. છોટાઉદેપુર, મૂળ રહે.ગામ-પાદરીગો, તા.તળાજા જી.ભાવનગર.
ટ્રેપની તારીખ :
તા.૦૯/૦૯/૨૦૨૬
લાંચની માંગણીની રકમ:
રૂ. ૭,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :
રૂ. ૭,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :
રૂ. ૭,૦૦૦/-
ટ્રેપનુ સ્થળ:
બરોજ ગામ, નિશાળ ફળીયુ, તા.જી.છોટાઉદેપુર
ટુંક વિગત:
આ કામે હકીકત એવી છે કે, આ કામનાં ફરીયાદીના સગા ભાઈ નાઓએ જીલ્લા ખેતીવાડી અધિકારી જીલ્લા પંચાયત, છોટાઉદેપુર ખાતે વનબંધુ ટ્રેક્ટર યોજના અંતર્ગત ટ્રેક્ટરની સબસીડી મેળવવા સારૂ અરજી કરેલ અને ફરીયાદીના ભાઈની રૂ.૧,૦૦,૦૦૦/- ની સબસીડી પાસ થયેલ હોય જે સબસીડીનું ચેક લેવા માટેના આ કામના ફરીયાદીના ભાઈ પાસે આ કામના આરોપી માધવભાઈ મનુશંકર ધાંધલીયા, ગ્રામ સેવક છોટાઉદેપુર નાઓએ રૂ.૭,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.પો.સ્ટે.નો સંપર્ક કરી ફરીયાદીએ ફરીયાદ આપતાં ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છ્ટકા નું આયોજન કરતા લાંચના છ્ટકા દરમ્યાન લાંચની માંગણી કરી રૂ.૭,૦૦૦/- સ્વીકારી પકડાઇ જઇ પોતાની સત્તાનો દુરૂપયોગ કરી ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપિંગ અધિકારી:
શ્રી એસ.કે.ચારેલ, પો.ઇન્સ.
છોટાઉદેપુર એ.સી.બી. પો.સ્ટે. જી.છોટાઉદેપુર
તથા એ.સી.બી. ટીમ