જૈન પર્યુષણ અને ગણેશ ચતુર્થી/ અનંત ચેોદશ વગેરે તહેવાર નિમિતે સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કતલખાનાઓ બંધ પર પ્રતિબંધ.


સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ઠરાવ નં.૧૩૫૧/ર૦૨૬, તા.૨૪/૦૭/ર૦૨૬ ને ઘ્યાને લઇ શ્વેતામ્બર જૈન પર્યુષણ પર્વ તા.૦૮-૦૯-ર૦ર૬ થી તા.૧૩-૦૯-ર૦ર૬, ગણેશ ચતુર્થી તા.૧૪-૦૯-ર૦ર૬ અને શ્વેતામ્બર જૈન સંવત્સરી તા.૧પ-૦૯-ર૦ર૬, દિગમ્બર જૈન પર્યુષણ પર્વનો પ્રથમ દિવસ તા.૧૬-૦૯-ર૦ર૬ તેમજ અનંત ચેોદશ અને દિગંબર જૈન સંવત્સરી તા.રપ-૦૯-ર૦ર૬ ના દિવસો દરમ્યાન સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાનાઓ સંદતર બંધ રાખવાનું તથા સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં માંસ-મચ્છી-મટનની દુકાનો સદંતર બંધ રાખવાનું તેમજ જીવતા પશુ-પક્ષીઓની કતલ અને વેચાણ પર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. જેની નોંધ આ વ્યવસાય સાથે સંકળાયેલ તમામ ઇસમો/ સંસ્થાઓએ લેવી.
આ સુચનાનો ભંગ કરવા બદલ જે તે ઇસમો/ સંસ્થાઓએ સામે ધી બી.પી.એમ.સી. અને બોમ્બે પોલીસ એકટની વિવિધ જોગવાઇઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આરોગ્ય અધિકારી