૧૯૦ ફૂટ ઊંડા બોરમાંથી બિલાડીના બચ્ચાનું સફળ રેસ્ક્યૂ

WhatsApp Image 2026-09-11 at 11.38.39 AM

ડુમરા, તા. અબડાસા, જી. કચ્છ: ડુમરા ગામે સુમરા ઇલિયાસ અભુભખરની વાડીમાં આશરે ૧૯૦ ફૂટ ઊંડા બોરમાં બિલાડીનું બચ્ચું પડી જતા તેનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

બિલાડીના બચ્ચાને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સુમરા ઇલિયાસ અભુભખર, સુમરા હમીદ કાસમ, સુમરા ઇલિયાસ અલીમામદ, સુમરા સલીમ ઇબ્રાહિમ, સુમરા સિદ્દીક અબ્દુલકરીમ, સુમરા રજાક અભુભખર, સુમરા ફૈઝ અયુબ, સુમરા સલમાન અબ્દુલકરીમ, સુમરા અલ્ફાઝ ઇબ્રાહિમ, કુંભાર જાવેદ હુશેન, કુંભાર અકિમ હુશેન અને ચિરાગ રાજેશભાઈ ઉપાધ્યાય સહિતના લોકોએ સતત ૩ કલાક સુધી ભારે મહેનત કરી હતી.

રેસ્ક્યૂ કામગીરી દરમિયાન સુમરા હમીદ કાસમ પોતાની મોટર કાઢવાની ગોડી લઈને આવ્યા હતા, જેના સહયોગથી બોરમાંથી બિલાડીના બચ્ચાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

આ સમગ્ર કામગીરીમાં સ્થાનિક જાગૃત નાગરિક તરીકે સુરેશભાઈ એમ ચંદે દ્વારા લોકોના સહયોગ અને માનવતાભર્યા પ્રયાસથી બિલાડીના બચ્ચાનો આબાદ બચાવ થયો હતો.

જીવદયા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી આ કામગીરીની સ્થાનિક લોકોમાં પ્રશંસા થઈ રહી છે.