માનવતા હજી જીવે છે: નખત્રાણા તાલુકાના છારી-ફુલાયના માર્ગેથી મળેલું અમાનતનું પાર્સલ હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવતા યોગ્ય માલિક મુજાવર ફારૂક ભાઈ હાજીપીર સુધી પહોંચાડી જત હમઝા ભાઈએ સેવી ઈમાનદારીની મિશાલ!

રસ્તા પરથી પસાર થતી વખતે કોઈની કિંમતી ચીજવસ્તુ કે પાર્સલ મળી જાય ત્યારે ઘણા લોકો પોતાના સ્વાર્થ વિશે વિચારતા હોય છે, પરંતુ કચ્છના નખત્રાણા તાલુકામાં ઈમાનદારી અને માનવતાનો એક અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે.
નખત્રાણા તાલુકાના છારી-ફુલાય વચ્ચેના માર્ગ પરથી જત હમઝા ભાઈ ગોધડને કપડાંથી ભરેલું એક અજાણ્યું પાર્સલ મળ્યું હતું. તેમણે આ પાર્સલ પોતાની પાસે રાખવાના બદલે તેના સાચા માલિક ફારૂક ભાઈ હાજીપીર સુધી પહોંચાડવાનો નિશ્ચય કર્યો. તપાસ કરતા માલૂમ પડ્યું કે આ પાર્સલ હાજીપીરના મુજાવર ફારૂક ભાઈ ૩૯૦૦૦નું. માલ હતું.
આજે તારીખ 10/09/2026 ના રોજ, જત હમઝા ભાઈ ગોધડે હોમગાર્ડમાં ફરજ બજાવતા અને સેવાભાવ ધરાવતા ફારુકભાઈ મુજાવર (હાજીપીર વાળા) ની મદદથી મૂળ માલિક સાથે સંપર્ક કર્યો. આ પાર્સલ મેળવનાર વ્યક્તિ યોગ્ય બિલ સાથે આવી પહોંચ્યા હતા. જત હમઝા ભાઈએ બિલની યોગ્ય ખરાઈ કરીને એ ખોવાયેલી અમાનત તેના સાચા માલિક સુલતાન ભાઈને સહીસલામત સુપરત કરી હતી.
પોતાની ખોવાયેલી વસ્તુ બિલ સાથે સુરક્ષિત પરત મળતા જ મુજાવર સુલતાન ભાઈનું હૃદય ખુશ થઈ ગયું હતું. તેમણે તલમાં ગોધડ પરિવાર ની આ અપ્રતિમ ઈમાનદારી, સજ્જનતા અને માનવતાપૂર્ણ કાર્ય માટે દિલથી આભાર માન્યો હતો.
આજના યુગમાં જ્યારે લોકો પોતાના સ્વાર્થ પાછળ દોડે છે, ત્યારે જત હમઝા ભાઈ ગોધડ જેવા નેક દિલ માણસો પોતાની સત્યનિષ્ઠાથી સમાજમાં ઉદાહરણ પૂરું પાડે છે. એમનું આ કાર્ય એ સાબિત કરે છે કે દુનિયામાં હજી પણ ઈમાનદારી અને માનવતાની મહેક જીવંત છે. જત હમઝા ભાઈના આ ઉમદા કાર્યને સમગ્ર પંથક સલામ કરે છે!