નખત્રાણા તાલુકાના લૈયારીમાં ગામ વચ્ચે જીવતો કરંટનો ખતરો, તાર તૂટીને રસ્તા વચ્ચે પડ્યો – મોટી દુર્ઘટના પહેલા લાઈટ બંધ કરવા માગ

નખત્રાણા તાલુકાના લૈયારી ગામમાં અત્યારે ગામ વચ્ચે જ મોત ભટકી રહ્યું છે.
ગામના મુખ્ય રસ્તા વચ્ચે વીજળીનો તાર તૂટીને નીચે પડી ગયેલ છે. તારમાં હજુ પણ કરંટ ચાલુ છે. ગામના બાળકો, માલધારીઓ, અબોલ પશુઓ અને વાહનો આ જ રસ્તા પરથી પસાર થાય છે, કોઈ પણ ક્ષણે મોટી જાનહાનિ થઈ શકે છે.
ગ્રામજનો દ્વારા તાત્કાલિક PGVCL વિભાગને વિનંતી કરવામાં આવે છે કે આ વિસ્તારની લાઈટ તાત્કાલિક બંધ કરવામાં આવે અને તૂટેલો તાર રિપેર કરવામાં આવે.
ગામ લોકોએ બાળકોને આ રસ્તાથી દૂર રહેવા સૂચના આપી છે.