માધાપરમાં ગાંજા સાથે બે ઇસમોની ધરપકડ
ભુજના માધાપર ચોકી સર્કલ નજીક પગપાળા આવતા બે શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રૂા. 6100નો ગાંજો જપ્ત કરવામાં આવ્યો. સૂત્રો મુજબ મળતી માહિતી ભુજ બાજુથી માધાપર ચોકી સર્કલ બાજુ આવતા બે શખ્સો પાસે માદક પદાર્થ હોવાની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે શિવ મંદિર પાસે વોચ ગોઠવી હતી દરમ્યાન ભુજ બાજુથી પગપાળા આવતા અલ્તાફ આદમ ખલીફા અને અદ્રેમાન અબ્દુલ જુણેજાને પકડી લેવાયા હતા. તેમની પાસેથી છ ઝીપવાળી નાની થયેલીઓમાંથી 112 ગ્રામ માદક પદાર્થ ગાંજો કિંમત રૂા. 6100વાળો મળી આવ્યો હતો. આ જથ્થો અદ્રેમાન પાંચ-છ દિવસ પહેલા અંજારના ગંગા નાકા તળાવ પાસે એક અજાણયા ઈસમ પાસેથી રૂા. 3600માં ખરીદીને લાવ્યો હતો અને માધાપર ખાતે બંને ગ્રાહકોની શોધમાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.