પૂર્વ કચ્છ ગાંધીધામ જીલ્લા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુરુકુળ શાળામાં સાયબર ક્રાઈમ અવેરનેસ અભિયાન અંતર્ગત સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ

WhatsApp Image 2026-09-11 at 12.53.10 PM

💫પૂર્વ કચ્છ ગાંધીધામ જીલ્લા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુરુકુળ શાળામાં સાયબર ક્રાઈમ અવેરનેસ અભિયાન અંતર્ગત સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ જેમાં હાલના આધુનિક સમયમાં ઓનલાઇન ફ્રોડ તથા ડિઝિટલ એરેસ્ટ તથા ડીપ ફેક બનાવ તથા ઑનલાઇન ફ્રોડમાં સંડોવાયેલ આરોપીઓને બેન્ક એકાઉન્ટ ભાડે આપી ગુનામાં ભાગીદાર થઈ ગુનો આચરવામાં મદદગારી કરવા તથા સોશ્યલ મીડિયા દ્વારા લોભામણી જાહેરાતોમાં ભોળવાઇ જવું નહીં તથા શેરબજારમાં વધુ નફો કરાવી આપવા અંગેની ઓનલાઈન જાહેરાતો અંગે બનતા બનાવો બાબતે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવેલ અને તેમની આજુબાજુમાં કોઈપણ પ્રવૃત્તિ જણાઇ આવ્યેથી નજીકના પોલીસ સ્ટેશન તથા પરિવારના વડીલોને જાણ કરવા સમજ કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં કૂલ – ૧૫૦ જેટલા વિધાર્થી તથા શિક્ષકો હાજર રહેલ હતા.