Skip to content
માંડવી પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર એ.એલ.મહેતા નાઓના માર્ગદર્શન હેઠળ માંડવી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એસ. જે. રાણા તથા એ.એસ.આઇ. દીનેશભાઇ ભટ્ટી પો.કો. સુરજભાઇ વેગડા જગદીશભાઇ ચૌધરી ઉદીતભાઇ રાજગોર વિગેરેનાઓ માંડવી પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીગ દરમ્યાન એ.એસ.આઇ. દીનેશભાઇ ભટ્ટી નાઓને બાતમી હકીકત મળેલ કે કમલગર શીવગર ગોસ્વામી રહે. સુરૈયા કુવા પાસે, દીવાદાંડીના ક્વાટર્સ પાછળ, માંડવી વાળો પોતાના કબ્જામા ઇંગલિશ દારૂનો જથ્થો રાખી તેનુ વેચાણ કરે છે. જેથી આ અંગે રેઇડ કરતા કમલગર શીવગર ગોસ્વામી રહે. સુરૈયા કુવા પાસે, દીવાદાંડીના ક્વાટર્સ પાછળ, માંડવી વાળાના કબ્જાના રહેણાંક મકાન માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૨૪ જેની કી.રૂા. ૧૨,૪૮૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. અને આ વિદેશીદારૂનો જથ્થો આપી જનાર દેવરાજ ગોપાલ ગઢવી રહે. કલવાણ રોડ ,માંડવી-કચ્છ વાળા વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે. અને આ કામેની આગળની તપાસ એ.એસ.આઇ. દીનેશભાઇ ભટ્ટી નાઓ ચલાવી રહ્યા છે.