ભુજ નગરપાલિકા, જીવનજ્યોત બ્લડબેંક અને જીવનદીપ હોસ્પિટલનાસંયુક્ત ઉપક્રમે એક રક્તદાન કેમ્પનું આયોજન
આવતીકાલે તા. ૧૨/૦૯/૨૦૨૬ અને શનિવાર ના રોજ ભુજ નગરપાલિકા જીવનજ્યોત બ્લડ બેન્ક અને જીવનદીપ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે, રક્તદાન એ માનવતાની મહાન સેવા છે અને આપણા દ્વારા કરવામાં આવેલ એક રક્તદાન કોઈ જરૂરિયાતમંદ દર્દી માટે જીવનદાન બની શકે છે. આ કેમ્પમાં શહેરના રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓ અને અકસ્માતગ્રસ્ત વ્યક્તિઓને સમયસર રક્ત મળી રહે તે માટે આવા રક્તદાન કેમ્પ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી શહેરના યુવાનો તથા તમામ સ્વસ્થ નાગરિકોને ઉપસ્થિત રહી રક્તદાન કરી આ માનવતાના અભિયાનને સફળ બનાવવાની અપીલ કરવામાં આવે છે.