દેશનો મોટો અને વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ તેની આવનારી નવી સીઝન તરફ ધીરેધીરે ડગ માંડી રહ્યો છે. શો સાથે જોડાયેલા એવા સમાચાર આવી રહ્યા છે કે નિર્માતા નવી સીઝન માટે કન્ટેસ્ટેન્ટ્સને ફાઈનલ કરી રહ્યા છે. તે દરમિયાન શોમાં સલમાન ખાનનો પહેલો લુક સામે આવી ગયો છે.સોશિયલમીડિયા ઈન્સ્ટાગ્રામ પર કલર્સે એક પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં સલમાન ખાની જોવા મળી રહ્યો છે. આ ફોટામાં બિગ બોસની સીઝન 13ના પ્રોમોમાં સલમાનનો લુક કેવો હશે તેનો ખુલાસો કર્યો છે. તસવીરને જોયા પછી એવું લાગી રહ્યું છે કે સલમાન છેલ્લી સીઝનમાં પાઈલોટ, સિંગર, માલી અને કોમેડી પાડોશી બન્યા બાદ હવે સ્ટેશન માસ્ટરના રૂપમાં જોવા મળશે. તેની આવનારી ફિલ્મ દબંગ 3નું શૂટિંગ હવે પૂરું થવા આવ્યું છે અને તેના માટે જયપુર રવાના થતાં પહેલા તેણે શોના ચાર પ્રોમો શૂટ કર્યો હતા. અભિનેતાના ફેન ક્લબના ટ્વિટર પર સ્ટેશન માસ્ટરના રૂપમાં સલમાનના લુકને શેર કર્યો છે. આ વર્ષે બિગ બોસનું ઘર લોનાવાલાથી મુંબઈ લાવવામાં આવ્યું છે.આ વર્ષે આ ઘર ખાલી નામચીન વ્યક્તિ માટે ખોલવામાં આવ્યું છે અને કોઈ સામાન્ય વ્યક્તિને શોમાં પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવી નથી. ગાયક આદિત્ય નારાયણ, ટીવી અભિનેત્રી શિવિન નારંગ અને મોડલ અભિનેત્રી મુગ્ધા ગોડસે જેવા સેલેબ્સ છે, જેને શો માટે સાઈન કર્યા છે અને બિગ બોસના ઘરમાં બંધ થવા તૈયાર છે. તે ઉપરાંત રાજપાલ યાદવ, ચંકી પાંડે, અભિનેત્રી દેવોલિના બેનર્જી, વરીના હુસેન, રાકેશ વશિષ્ઠ, અંકિતા લોખંડે, મેઘના મલિક, રાજીવ ખંડેલવાલ, મિથુન ચક્રવર્તિ, દયાનંદ જેવા ઘણા કલાકારો લિસ્ટમાં સામેલ થઈ શકે છે, જોકે કન્ટેસ્ટેન્ટ્સના નામની વધારે પુષ્ટિ હજુ થવાની બાકી છે.