અંજાર ટાઉન વિસ્તારમાં એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝુટવી

image

શ્રી ચિરાગ કોરડીયાસાહેબના માર્ગદર્શન હેઠળ ગંભીર પ્રકારના બનતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ પુર્વ-કચ્છ (ગાંધીધામ)ના મે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકથી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ, અંજાર નાઓના સુપરવિઝન હેઠળ અંજાર ડીવીઝનના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં “સેફ ઈસ્ટ-કચ્છ ડેમ્પેઇન” હેઠળ પુર્વ કચ્છ અલગ અલગ વિસ્તારમાં સી.સી.ટી.વી કેમેરા લગાવવા તથા સેફ ઈસ્ટ-કચ્છ કેમ્પેઇન અંતર્ગત લગાવવામાં આવેલ અને સી.સી.ટી.વી કેમરા ઉપર યોગ્ય સર્વેલન્સ ટીમ ગોઠવી તેમજ ખાનગી બાતમીદારોથી મિલકત સબંધી ગુનાઓ જેવા કે ચીલઝડપ, ધાડ, લૂંટ તથા ઘરફોડ તેમજ શરીર સબંધી જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.

ગઈ તા.૧૧/૦૯/૨૦૨૬ ના સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં આ કામેના ફરીયાદીશ્રી જંગલેશ્વર મહાદેવ દર્શન કરવા માટે નિકળેલ અને નગરપાલીકાની પાછળ આવેલ માધવબાગ સોસાયટી પાસે આવેલ હનુમાનદાદાના મંદીર પાસે પહોચતા તે દરમ્યાન એક બાઇક પર અજાણ્યા ત્રણ ઇસમો આવેલ અને ફરીયાશ્રીના ગળામાં પહેરલ સોનાની ચેઇન જેનુ વજન આશરે દોઢેક તોલા જેની કિ.રૂ આશરે ૪૫૦૦૦/-વાળી ઝુટવી (આંચકી) ગુનાને અંજામ આપી નાશી ગયેલ હોવાની હકિકત જણાવતા આ કામેના ફરીયાદીશ્રીની ફરીયાદ લઈને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ.

જે અન્વયે એચ.એ.જાડેજા પોલીસ ઈન્સપેકટર અંજાર પોલીસ સ્ટેશન નાઓએ ઉપરોકત ગુનાની ગંભીરતા સમજી સદર બનાવ બનાવની જાણ થતા જ તાત્કાલીક પોલીસ ટીમો સાથે બનાવવાળી જગ્યા પર પહોચીને બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તુરંત અંજાર પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી લઇ ગુનાને અંજામ આપનાર ગેંગના ઇસમોને શોધી કાઢવા સુચન કરેલ હોઈ જેઅનવ્યે ગુનાને અંજામ આપનાર ગેંગને શોધવા માટે પોલીસ ટીમ પ્રયત્નશીલ હોઈ જે સંબધે પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો અંજાર પો.સ્ટે વિસ્તારમાં સી.સી.ટી.વી ફુટેજ ચેક કરવામાં આવેલ જેના આધારે આ કામેના ગુનાને અંજામ આપનાર ઇસમોની ઓળખ છતી કરી જરૂરી વર્કઆઉટ કરી લઈ આરોપીઓને હ્યુમન સોર્સીસ તેમજ ટેક્નીકલ સર્વલેન્સ આધારે ગુનાને અંજામ આપનાર ત્રણેય આરોપીને પકડી પાડી આરોપીઓને ઉડાણપુર્વક પુછપરછ કરતા કબુલાત જણાવેલ કે અમે ત્રણેય જણા અમારા બાઈકથી અંજારમાં ફરવા નિકળેલ અને ફરતા ફરતા અહી નગરપાલીકા પાછળ આવતા એક મહિલાના ગળામાં સોનાની ચેઇન જોઈ જતા તેનો અમે એકલતાનો લાભ લઈ બાઈક ઉભુ રાખી મહિલાના ગળામાં પહેરેલ ચેઇન અમે આંચડીને ત્યાથી નાશી ગયેલ હોવાની કબુલાત આપતા મજકુર ત્રણેય આરોપીને અટક કરી લઈ તેમની પાસેથી સોનાની ચેઈન રિકવર કરી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ આગળની તપાસ ચાલુમાં છે