કેબીનેટ મંત્રીશ્રી ભુપેન્દ્ર યાદવ દ્વારા કચ્છ પશ્વિમમાં વન્યજીવ સંરક્ષણ, મેન્ચુવ સંવર્ધન અને સીવીડ ખેતીની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કચ્છ, તા. ૧૪, સપ્ટેમ્બર, २०२७

તા.૧૪/૦૯/૨૦૨૬ ના રોજ માનનીય કેબીનેટ મંત્રીશ્રીએ નલિયા ગ્રાસલેન્ડ/ઘોરાડના રહેઠાણ વિસ્તારોની મુલાકત લીધી જેમાં સ્થાનિક અધિકારીશ્રીઓ દ્વારા સ્થાનિકે ઉગતી ઘાસની વિવિધ પ્રજાતિ વિષે માહિતગાર કરવામાં આવ્યા અને GIB સંરક્ષણ માટે હાથ ધરવામાં આવતી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ નલિયા વિસ્તારમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ (GIB) સોફ્ટ રિલીઝ સેન્ટર (SRC) નું માનનીય કેબીનેટ મંત્રીશ્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવેલ. અધિકારીઓ દ્વારા મંત્રીશ્રીને GIBના સંરક્ષણ, સોફ્ટ રિલીઝ પ્રક્રિયા, પક્ષીઓના મોનીટરીંગ તથા તેમના કુદરતી રહેઠાણના સંવર્ધન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જે કામગીરી કરવામાં તેમજ નલિયા ખાતે કચ્છના મહત્વપૂર્ણ ઘાસમેદાનમાં GIBના સંરક્ષણ માટે હાથ ધરવામાં આવતા પ્રયાસોની પણ મંત્રીશ્રીએ માહિતી મેળવી હતી.ત્યારબાદ સ્થાનિક ગ્રામ પંચાયતના લોકો, વન વિભાગના આધિકારી/કર્મચારીઓ, WII તથા અન્ય સ્ટેકહોલ્ડર સાથે ચર્ચા કરવામાં આવી.
વન અને વન્યપ્રાણી સંરક્ષણ તેમજ ચિત્તા પ્રોજેક્ટ માટે વન વિભાગના નવા વાહનોને માનનીય કેબીનેટ મંત્રીશ્રી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી જેમા ૨૨ ટુ વ્હિલર પેટ્રોલીંગ વ્હિકલ, ૦૮ ફોર વ્હિલર પેટ્રોલીંગ વ્હિકલ, ૦૨ ઓલ ટેરન વ્હિકલ તથા ૦૧ રેસક્યુ વાન/એમબ્યુલન્સ મળીને કુલ ૩૩ વાહનો વન વિભાગને સુપરત કરવામાં આવેલ. જેના થકી વન વિભાગનો ક્ષેત્રિય સ્ટાફ ફિલ્ડ વિસ્તારમાં નિયમિત પણે ફેરણા કરી શકશે.
ત્યારબાદ માનનીય કેબીનેટ મંત્રીશ્રીના વરદ હસ્તે સાંયરા વન કવચનુ લોકાર્પણ કરવામાં આવેલ. તેમજ “એક પેડ માં કે નામ” અંતર્ગત વાવેતર કરવામાં આવેલ. સાંયરા વનકવચ એક હેક્ટરમાં વિસ્તરેલ છે. જેમા ૪૯ પ્રજાતિના ૧૦૦૭૩ રોપાનુ વાવેતર કરવામાં આવેલ છે. સાંયરા વનકવચ ખાતે મધમાખી ઉછેર માટે વિશેષ પ્રયાસના ભાગરુપે મધમાખીના માળા મુકવામાં આવ્યા છે. તેવી રીતે કચ્છ જિલ્લાના ૨૫ વનકવચમાં મધમાખીના માળા મુકવામાં આવેલ છે. તે સાથે સાથેલકકી, કોરીક્રીક, ગુનેરી તથા છારીઢંઢમાં પણ મધમાખી ઉછેરની કામગીરી પ્રગતિમાં છે તે વિષે માહિતગાર કરવામાં આવેલ હતા.
ત્યારબાદ માનનીય કેબીનેટ મંત્રીશ્રીએ જખૌ ખાતે મેન્ડ્રુવ નર્સરીની મુલાકાત લીધી હતી. નર્સરીમાં મેન્ડ્રુવ રોપાઓના ઉછેર, સંવર્ધન તથા વાવેતર માટે કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. દરિયાકાંઠાના પર્યાવરણના રક્ષણ, દરિયાઈ જૈવવિવિધતાના સંવર્ધન તથા સ્થાનિક પર્યાવરણની સુરક્ષામાં મેન્ડ્રુવના મહત્વ અંગે અધિકારીઓ દ્વારા મંત્રીશ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મંત્રીશ્રીએ સીવીડ (Seaweed) સીડ બેંક માટે તૈયાર કરવામાં આવેલ મુલાકાત લઈ સીવીડની ખેતી અંગેની પ્રાયોગિક કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. દરિયાઈ સંસાધનોના ટકાઉ ઉપયોગ સાથે સ્થાનિક માછીમાર અને દરિયાકાંઠાના સમુદાય માટે વૈકલ્પિક આજીવિકાની તકો ઊભી કરવા માટે સીવીડ ખેતીના મહત્વ અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી.
મુલાકાતના અંતર્ગત માનનીય કેબીનેટ મંત્રીશ્રીએ મેન્ગુવ વાવેતર વિસ્તારમાં સ્થળ નિરીક્ષણ કરી મેન્ડ્રુવ ના પુનઃસ્થાપન, વાવેતર પદ્ધતિ, રોપાઓના વિકાસ તથા સંરક્ષણની કામગીરીની માહિતી મેળવી હતી. કચ્છના વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં મેન્ચુવ ના વિસ્તરણ માટે હાથ ધરવામાં આવી રહેલા પ્રયાસોની મંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી. ત્યારબાદ માનનીય મંત્રીશ્રીના હસ્તે મેન્ગુવ વાવેતરની કામગીરી કરવામા આવેલ જેમા ઉપસ્થિત ગામલોકો, વન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ BSFના ૫૦ જેટલા જવાનો પણ જોડાયેલા હતા. ત્યારબાદ માનનીય મંત્રીશ્રી દ્વારા સી વીડના સ્ટેક હોલ્ડર સાથે ચર્ચા કરવામાં આવેલ હતી.
કચ્છના દરિયાકાંઠાના પર્યાવરણ માટે મેન્ડ્રુવ એક મહત્વપૂર્ણ કુદરતી સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે છે. તે દરિયાકાંઠાના વિસ્તારોનું સંરક્ષણ કરવા ઉપરાંત માછલી સહિતની અનેક જળચર પ્રજાતિઓ માટે પ્રજનન અને આશ્રયસ્થાન પૂરું પાડે છે. સાથે જ કાર્બન શોષણ અને જૈવવિવિધતા સંરક્ષણમાં પણ મેન્ડ્રુવ નું મહત્વપૂર્ણ યોગદાન છે.
માનનીય કેબીનેટ મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન વન્યજીવ સંરક્ષણ, મેન્ચુવ પુનઃસ્થાપન, દરિયાઈ જૈવવિવિધતા સંરક્ષણ અને સ્થાનિક સમુદાયઆધારિત ટકાઉ આજીવિકાના વિવિધ પાસાઓ અંગે સ્થળ પર માહિતી મેળવી કામગીરીને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કચ્છ પશ્વિમ વન વિભાગ દ્વારા વન્યજીવ તથા દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ સાથે સ્થાનિક સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપી “પ્રકૃતિ સંરક્ષણ સાથે ટકાઉ વિકાસ” ના અભિગમને સાકાર કરવા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.