પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી રાપર પોલીસ

મહે. શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી બોર્ડર રેન્જ, ભુજ-ડચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ, ભચાઉ નાઓ તરફ થી જીલ્લા મા પ્રોહીબીશનની બદી નેસ્ત-નાબુદ કરવા અને વધુમા વધુ પ્રોહી ના ડેશો શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અનુસંધાને રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.એલ.ખટાણા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મનીયો ઉર્ફે મનજી માવજી કોલી રહે. રાપર વાળો ભારતીય બનાવટ નો વિદેશી દારુ ની ગાડીઓ કઢાવે છે અને એક સફેદ કલર ની ફોર્ચુનર ગાડીમા ભરી ને મઢુત્રા રણ માથી રાપર ફતેગઢ નર્મદા કેનાલ તરફ આવી રહેલ જે બાતમી આધારે વોચ તપાસમા રહેતા એક ફોર્ચુનર ગાડી રણ ના રસ્તા પર કાદવ મા બેસી ગયેલ હાલત મા જોવામા આવેલ જે ફોર્ચુનર ગાડી ની તપાસ કરતા તેમાથી ભારતીય બનાવટનો વિદેશી દારુ નો જથ્થો મળી આવતા પ્રોહીબીશન ધારા તથા બી.એન.એસ ધારા તળે ગુનો રજીસ્ટર કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.