ભુજ નગરપાલિકા દ્વારા શહેરીજનોને ગણેશજીની મૂર્તિ તેમજ પૂજાપો હમીરસર તળાવમાં ન પધરાવવા માટે વિનંતી
આજરોજ તા. ૧૪/૦૯/૨૦૨૬ થી ગણેશોત્સવના ત્યોહાર શરૂ થઈ ગયો છે ત્યારે ભુજ શહેરની અંદર જે લોકો ગણેશજીની મૂર્તિનું સ્થાપન કર્યું છે તેમને જણાવવાનું કે ભુજ નગરપાલિકા દ્વારા મૂર્તિ વિસર્જન માટે શહેરીજનોને ભુજના હ્રદયસમા હમીરસર તળાવમાં વિસર્જન ન કરવા વિનંતી કરાઈ હતી તેમજ વિસર્જન માટે ભુજ નગરપાલિકા દ્વારા ટ્રેક્ટર તેમજ ટ્રોલીની સુવિધા રખાઈ છે જેમાં ભુજ નગરપાલિકા બધે મૂર્તિ એકત્રિત કરી સમુહમાં શાસ્ત્રોક્ત વિધિ થી માંડવી દરિયાકિનારે વિસર્જીત કરવામાં આવશે.
આ અંગે ભુજ નગરપાલિકાના પદાધિકારીઓ પ્રમુખ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી દ્વારા ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સમગ્ર શહેરમાં ઘરે ઘરે, શેરી-ફળીયા, કોલોનીમાં ગણેશનું આગમન થાય છે, લોકો તેમની શ્રધ્ધા મુજબ ૧.૫ થી ૧૧ દિવસ સુધી લોકો સ્થાપન કરી પૂજા પાઠ કરતા હોય છે ત્યારબાદ તે મૂર્તિનું તેમજ પુજાપાના સામાનનું વિસર્જન હમીરસર તળાવમાં ના કરવા વિનંતી કરી હતી. હમીરસર તળાવની બહારસાઈડ ભુજ નગરપાલિકા દ્વારા ટ્રેક્ટર તેમજ ટ્રોલીની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં રાખી દેવી. ભુજ નગરપાલિકા દર વર્ષની જેમ તે મૂર્તિઓને માંડવીના દરિયાકિનારે વિસર્જીત કરી આવશે. આપણે સૌ સાથે મળીને હમીરમર તઝાવના જળચર જીવોને બચાવીએ.