જહાજી અકસ્માત તપાસને પ્રતિકૂળ વાતાવરણથી અસર પ્રતિકૂળ વાતાવરણથી અસર

કંડલા બંદર નજીક તુણા આઉટ બોયા ખાતે બે જહાજ વચ્ચેની ટક્કરના બનાવમાં ચાર દિવસ થયા છે. સંબંધીત તંત્રો દ્વારા જહાજને ઉઘારવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે, પરંતુ પ્રતિકૂળ વાતાવરણના કારણે અવરોધ આવી રહ્યો છે. માહિતી મુજબ ગત તા. 11ના 86 હજાર મેટ્રિક ટન કોલસો ભરેલું કેમેક્સ ઈમ્પોરીયર નામના જહાજની ચોખા ભરેલા જહાજ સાથે ટક્કર થતાં તેમાં ભારે નુકસાની થઈ હતી. સતત ચાર દિવસથી પાણી ભરવાના કારણે પાછળથી જહાજ ઝૂકી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ જહાજમાં નુકસાની કેટલી છે અને ઓઈલ દૂર કરવાની કામગીરી અત્યંત મહત્ત્વની છે. નુકસાની જાણવા માટે ડાઈવિંગ ટીમ જેમાં સ્થાનિક અને મુંબઈના નિષ્ણાતો છે. આ ટીમ દ્વારા શૂટિંગ કરવામાં આવે છે. છેલ્લા બે દિવસથી ખરાબ વાતાવરણના કારણે ડાઈવિંગ ટીમને સફળતા મળતી નથી. ગઈકાલે અને આજે કરંટના કારણે સફળતા મળી ન હતી. સાલ્વેજ એજન્સી દ્વારા આવતીકાલ સુધીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દીનદયાલ પોર્ટ દ્વારા ટગ જેનિયા સ્ટાર દ્વારા સતત દેખરેખ રાખી રહ્યું છે, સાવચેતીના પગલાં તરીકે જહાજની આસપાસ તૈનાત કરવામાં આવ્યું છે અને ઓઇલ સ્પીલ રિસ્પોન્સ ઁસાધનો પણ છે. જહાજના ડ્રાફ્ટ અને એકંદર સ્થિતિનું નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે શાપિંગ મહાનિર્દેશાલય અને તમામ સંબંધીત હિસ્સેદારો સાથે ગાઢ સંકલન જાળવવામાં આવી રહ્યું છે.