માધાપરની સગીરાને ફરવા લઇ જઇ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

ભુજ તાલુકાના માધાપરની સગીરા સાથે દુષ્કર્મ ગુજારાયાની ફરિયાદ પોયલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે સગીરાની માતાએ માધાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની 13 વર્ષ અને બે માસની સગીર વયની દીકરીને તા. 13/9ના બપોરે આરોપી એ સાથે ફરવા આવવાની લાલચ આપી પોતાની સાથે લઇ જઇ તેની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યો હતો. પોલીસે પોક્સાહે અને દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ પીઆઇ એ. કે. જાડેજાએ હાથ ધરી છે.