જ્યાં દુઆઓ ગુંજે છે, ત્યાં સાયરન ગુંજ્યું – મક્કાની ધરતી પર પહેલીવાર ગભરાટ!

રાતના 10 વાગ્યા હશે. મક્કા શહેર, જ્યાં હર ઘડી અલ્લાહનું નામ ગુંજતું હોય, જ્યાં લાખો હાજીઓ આંખમાં આંસુ સાથે દુઆ માંગતા હોય, ત્યાં અચાનક હજારો મોબાઈલ ફોન એક સાથે ધ્રૂજી ઉઠ્યા.

સાઉદી સિવિલ ડિફેન્સ તરફથી એક કાળા અક્ષરોવાળો મેસેજ આવ્યો – ઇમરજન્સી એલર્ટ – સુરક્ષિત જગ્યાએ જતા રહો”

આખી જિંદગીમાં ક્યારેય મક્કામાં આવો મેસેજ કોઈએ જોયો ન હતો.

લોકો સ્તબ્ધ થઈ ગયા. કોઈ બારી બહાર જોઈ રહ્યું હતું, કોઈ પોતાના બાળકોને છાતી સરસું ચાંપી રહ્યું હતું. સૂચના સાફ હતી – ઘરની અંદર રહો, બારી-બારણાંથી દૂર રહો, ખુલ્લા મેદાનમાં ન જશો.

કહેવાય છે કે યમન તરફથી હુથી બળવાખોરોએ સાઉદીના પશ્ચિમ કિનારા તરફ મિસાઇલ અને ડ્રોન છોડ્યા હતા, એટલે તકેદારી માટે જેદ્દાહ, તાઇફ, યાનબુ અને છેક મક્કા સુધી એલર્ટ આપવું પડ્યું હતું.

પણ એક વાત યાદ રાખજો, મક્કા શરીફ પર કોઈ હુમલો થયો નથી. ખુદાની એ પાક ધરતી આજે પણ મહેફૂઝ છે. આ ફક્ત સાવચેતી હતી.

અને હા, સોશિયલ મીડિયામાં જે ધુમાડાવાળા વીડિયો ફરી રહ્યા છે કે મક્કામાં બ્લાસ્ટ થયો છે, એ બધું જ ખોટું છે. એ બધા AI થી બનાવેલા નકલી વીડિયો છે. કોઈએ અફવા ફેલાવવી નહીં.

અલ્લાહ પોતાના ઘરની હિફાઝત ખુદ કરે છે.