પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠન આયોજીત ગણપતિ ઉત્સવ 2026મહા આરતીપશ્ચિમ કચ્છ એસપી સાહેબ શ્રી વિકાસ સૂઢા સાહેબ હાજરી આપી

image

આજ રોજ તારીખ ૧૫/૯ ના પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત પંચમ ગણપતિ મહોત્સવમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ સહ પરિવાર પધાર્યા હતા અને બાપ્પા ના દર્શન કર્યા હતાં.
આ પંચમ ગણપતિ ઉત્સવ માં પધારેલા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ નું પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશન ના પ્રમુખ વિમલ સોની દ્વારા મોમેન્ટો આપી સન્માન કર્યું હતું અને પંચમ ગણેશ ઉત્સવ ના વ્યવસ્થાપક મહેશ પંડ્યા દ્વારા કચ્છી પાઘડી પહેરાવી તથા રાજેન્દ્ર ઠક્કર અને હિતેશ સોની દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતાં તો પોલીસ અધિક્ષક શ્રી ના ધર્મપત્ની બહેન શ્રી નું શાલ ઓઢાડીને પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી ના પત્ની શ્રી મતી હર્ષિદા બેન સોની દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત પશ્ચિમ કચ્છ પોલીસ વડા દ્વારા પંચમ ગણેશ ઉત્સવ ની થીમ જેમાં નશા મુક્ત ભારત, ગ્રીન ભારત, પાણી અને વૃક્ષ નું જતન અને સરકાર ની વિવિધ યોજનાઓ તથા પત્રકારો જે લોકશાહી નો ચોથો સ્તંભ છે તે અંગે ની થીમ આધારિત કાર્યક્રમ થી પ્રભાવિત થયા અને પત્રકારો ને બિરદાવી સૌ પત્રકારો ને શુભેચ્છાઓ પાઠવી હતી.