દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજનાના લાભાર્થીઓએ તાત્કાલિક ધોરણે આધાર વેરિફિકેશન કરાવવું.
કચ્છ જિલ્લાના દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના હેઠળ લાભ મેળવનાર ખેડૂતોને જણાવવાનું કે વર્ષ ૨૦૨૦-૨૧, વર્ષ ૨૦૨૧-૨૨ અને વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ikhedut 1.0 પોર્ટલ પર કરેલ અરજીઓ પૈકી મંજુર થયેલ અને માર્ચ-૨૦૨૬ સુધી લાભ મેળવનાર તમામ લાભાર્થી ખેડૂતોએ વર્ષ ૨૦૨૬-૨૭ માં દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજનામાં એપ્રિલ-૨૬ થી સપ્ટેમ્બર-૨૬ સુધી (પ્રથમ હપ્તા)નો લાભ મેળવવા માટે જુના ikhedut 1.0 પોર્ટલની જગ્યાએ નવા ikhedut 2.0 પોર્ટલ પર ખેડૂત લાભાર્થીએ પોતાની પ્રોફાઈલ બનાવી આધાર વેરિફિકેશન કરાવવું ફરજીયાત છે. ત્યારબાદ લાભાર્થીએ ikhedut 2.0 પોર્ટલ પર પોતાની લોગીન આઈડી ખોલતા મેનુમાં આત્મા -ગાય યોજના દેખાય ત્યાં ફરીથી રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. આ અંગે આત્મા સ્ટાફ, ખેડૂતો મિત્રો, કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન (CRP) દ્વારા ટેલીફોનીક, રૂબરૂ તેમજ સોશીયલ મિડિયાના માધ્યમથી અવારનવાર જાણ કરવામાં આવેલ છે. તેમ છતાં ઘણાબધા લાભાર્થી ખેડૂતોએ હજુ સુધી ikhedut 2.0 પોર્ટલ પર પ્રોફાઇલ બનાવેલ નથી. જેથી સ્થળ ચકાસણી કરતા લાભથી વંચિત રહેવાની શક્યતા છે. તમામ જુના લાભાર્થીઓએ તાત્કાલિક ધોરણે આ પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતિ છે. પ્રોફાઈલ અને આધાર વેરિફિકેશન માટે ગ્રામ પંચાયતના VCE, ખેડૂત મિત્ર, તાલુકા કક્ષાના આત્મા સ્ટાફ (બ્લોક ટેકનોલોજી મેનેજરશ્રી/તાલુકા પ્રોજેક્ટ મેનેજરશ્રી/આસીસ્ટન્ટ ટેક્નોલોજી મેનેજરશ્રી/ખેતી મદદનીશશ્રી) અથવા ખેડૂત તાલીમ કેન્દ્ર ભુજનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.