ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી

માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા ગેરકાયદેસર હથિયારના કેસો શોધી કાઢવા સુચના કરેલ તે અન્વયે એસ.ઓ.જી. ટીમ ગાંધીધામ વિસ્તાર પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, પડાણા ગામથી પડાણા સીમ તરફ જતા રસ્તા ઉપર બાવળોની ઝાડીમા એક ચાની દુકાન પાસે મુકંદર દાઉદભાઈ ગંઢ વાળો ઇસમ હાજર હોય અને તે પોતાના કબ્જા ભોગવટામાં ગેરકાયદેસર રીતે હાથ બનાવટની દેશી બંદુક (અગ્નિશસ્ત્ર) રાખેલ હોય જે અન્વયે સદરહુ જગ્યાએ રેઈડ કરી મળી ઈસમને કોર્ડન કરી તપાસ કરતા તેના કબજા ભોગવટામાંથી વગર પાસ પરમીટે એક હાથ બનાવટની દેશી બંદુક (અગ્નિશસ્ત્ર) નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી) એ તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબનો ગુન્હો ગાંધીધામ બી.ડીવીઝન પો.સ્ટે ખાતે દાખલ કરાવી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી.ડીવીઝન પો.સ્ટે સોંપેલ.