પડાણામાં યુટયુબ જોઈને બંદૂક બનાવાવનું શીખનાર આરોપીની ધરપકડ

 પડાણામાં યુટયુબ જોઈને બંદૂક બનાવતા શીખનાર પોલીસે રૂા. 5000ની બંદૂક સાથે પકડી પાડયો હતો. સૂત્રો પરથી મળતી માહિતી પૂર્વ કચ્છ એસઓજી ટીમ પડાણા બાજુ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન ગામથી સીમ બાજુ જતા રસ્તા પર ચાની દુકાન નજીક ઉભેલા આરોપી પાસે બંદૂક હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી હતી અને ગામના મુકંદર દાઉદ ગંઢ નામના શખ્સને પકડી પાડયો હતો. તેની પાસેથી રૂા. 5000ની દેશી હાથ બનાવટની બંદૂક જપ્ત કરવામા આવી હતી. તેણે પોતાના શોખ ખાતર યુટયુબ જોઈને જુદા-જુદા પાર્ટસ મેળવીને પોતે જ બંદૂક બનાવી હોવાનું બહાર આવ્યું હતું.