સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે પિતા-પુત્રીના મોતની ઘટના, પોલીસ તપાસ શરૂ

image

હાડીડા: સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે પિતા-પુત્રીના મોતને લઈને ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ પિતાએ ગળાફાંસો ખાધો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે પુત્રીના મોત અંગે પણ ગંભીર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં સાવરકુંડલા રૂરલ પોલીસનો કાફલો તેમજ મામલતદાર સાહેબ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

હાલ ઘટનાને લઈને વિવિધ ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે. જોકે, પિતા-પુત્રીના મોતનું ચોક્કસ કારણ શું છે અને સમગ્ર ઘટનામાં હકીકત શું છે તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ કોઈપણ નિષ્કર્ષ પર પહોંચવું વહેલું ગણાશે.