માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા વિવિધ સેવાકીય અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમો સાંસદ સ્ટાર્ટઅપ યોજનાનું આયોજન કરવામાં આવ્યું.

FB_IMG_1789641707142

યુવા પેઢી પોતાની ક્ષમતા અને હિમંત થી વધુ ને વધુ આર્થિક ઉપાર્જન કરીને પોતાનો વ્યવસાય કરે એવો ઉમદા હેતુ સાથે આજે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 76 માં જન્મ દિવસ આયોજિત સાંસદ સ્ટાર્ટઅપ સેમીનાર નું ભુજ ટાઉનહોલ મધ્યે આયોજન થયું હતું. સાંસદશ્રી વિનોદભાઈએ જણાવ્યું હતું કે જેમાં બહોળી સંખ્યામાં યુવાનો કોલેજીયનો – વિધાર્થી-વિધાર્થીનીઓ જોડાયા હતા. 1100 થી વધુ યુવાનો -વિધાર્થીઓ એ આ સિમિનાર માં ભાગ લેવા ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જયારે કાર્યક્રમ માં 1500 થી વધુ યુવાનો – વિધાર્થીઓ પ્રત્યક્ષ હાજર રહ્યા હતા. યુનિવર્સિટી, કોલેજો, બેન્કિંગ ક્ષેત્ર તથા જિલ્લા ઉધોગ કેન્દ્ર જિલ્લા ગ્રામ વિકાસ ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી સ્ટાર્ટઅપ યોજના ની ઉપયોગિતા દર્શાવતા ઉદ્દબોધન અને ટાઉન હોલ, મધ્યે પ્રદર્શની સ્ટોલ દ્વારા સમજ, સ્વરોજગાર માટે લોન કેવી રીતે મેળવી શકાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. આ યોજનાનો લાભ શરૂ કરવા ઉત્સુક લોકોને મંજૂરી ના પ્રમાણપત્રો આપ્યા હતા. યુવાનોએ પોતાના અનુભવો શેર કર્યા હતા. પધારેલ મહાનુભાવો સન્માન અને આભાર દર્શન કરવામાં આવ્યું હતું. સાંસદશ્રીએ જણાવહ્યું હતું કે, 25 વર્ષ ની સેવા, સુશાસન અને પારદર્શિતા ના સહભાગી દેશને નવી ગતિ, નવી દિશા અને નવી વ્યવસ્થાના ઊર્જા સ્ત્રોત યશસ્વી લોક ચાહના ધરાવનાર આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ને 76 માં જન્મ દિને તેમને દીર્ઘાયુ-યશસ્વી અને દેશ સેવાના સંકલ્પ ને બળ અમે તેમ હાર્દિક શુભકામના પાઠવી હતી.

કાર્યક્રમ દરમ્યાન સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી પ્રભાબેન હુણ, કચ્છ કલેકટરશ્રી અનિલભાઈ રાણાવસીયા, એસ. પી. સાહેબશ્રી વિકાસ સુંડા, સર્વશ્રી જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોલ, ભીમજીભાઈ જોધાણી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી હરીશભાઈ ભંડેરી, દેવરાજભાઈ ગઢવી, દિલીપભાઈ ત્રિવેદી, વકતા સર્વશ્રી કનૈયા સિન્હા, ડો. વિજય રામ, કનિષ્ક શાહ, જગદીશ કોટરીવા, ચિરાગ કોઠારી, ભૌમિક શાહ, પ્રિતેશ અગ્રવાલ, પ્રતિક કુમાર જોશી, તથા બેન્ક/લીડ બેન્કના અધિકારીશ્રીઓ, જિલ્લા ઉધોગ કેન્દ્ર/જિલ્લા ગ્રામવિકાશ એજન્સી ના અધિકારીશ્રીઓ, કોલેજ/ITI તથા યુનિવર્સિટી ના અધિકારીશ્રીઓ, તથા અન્ય કાર્યકર્તાઓ માં નગરપાલિકા કારોબારી ચેરમેનશ્રી કમલભાઈ ગઢવી, સર્વશ્રી, મોહનભાઇ ચાવડા, મનીશભાઈ બારોટ, વિરમભાઇ આહીર, મયુરસિંહ જાડેજા, રીતેનભાઈ ગોર, નરેશભાઈ મહેશ્વરી, અલ્પેશભાઈ પટેલ, શક્તિસિંહ ઝાલા ધવલરાજ સોલંકી, દીપકભાઈ ડાંગર, દિનેશભાઇ ઠક્કર, હિતેશભાઈ ગોસ્વામી, યોગેશભાઈ ત્રિવેદી, મયંકભાઈ રૂપારેલ, પ્રકાશભાઈ મહેશ્વરી, પ્રકાશભાઈ પટેલ, ગોકુળભાઈ ડાંગર, નરેશભાઇ પટેલ, રાજેશભાઇ પલણ, જયંતભાઈ ઠક્કર, અશોકભાઈ હાથી, મસરૂભાઈ રબારી, હિરેનભાઈ રાઠોડ, તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.