તંત્રી શ્રી મોકલેલ સમાચાર ને આપના દૈનિક માં સ્થાન આપવા વિનંતી

જીયાપર તા.૧૭ અહીં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના જન્મ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી બાબુભાઈ ચોપડા એ જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્ર ભાઈ સતત 25 વર્ષ સુધી આ રાષ્ટ્રીય કાર્યમાં સેવા કરી રહ્યા છે તેમનો ધ્યેય ભારત માતાને પરમ વૈભવના શિખરો પર લઈ જવાનો છે કૃષ્ણકાંત પંડ્યા એ નરેન્દ્ર ભાઈ ને વર્તમાન સમયના યુગપુરુષ હોવાનું જણાવ્યું હતું. આજે આ વ્યક્તિને કારણે પુરા વિશ્વમાં ભારત ગૌરવ અનુભવી રહ્યું છે અને આવનારા દિવસોમાં ભારત વિશ્વની મહાસત્તા બનવા તરફ જઈ રહ્યા છે આજે અનેક ઘરોમાં સાંજના સમયે દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા સાથે મંદિરો તથા સાર્વજનિક જગ્યા ઉપર પણ દિપ પ્રગટાવીને શુભેચ્છા પાઠવી હતી આજના આ કાર્યક્રમમાં બાબુભાઈ ચોપડા નિલેશભાઈ નામોરી પ્રકાશભાઈ દાનાણી કૃષ્ણકાંત પંડ્યા મંગલભાઈ ચૌહાણ કવિ પંખી મગનભાઈ ચોપડા શામજીભાઈ રામજીયાણી કરમશીભાઈ પોકાર પ્રવીણભાઈ ચોપડા કમળાબેન પોકાર હિરાભાઇ રબારી સાથે વિધવિધ સમાજના સામાજિક રાજકીય અગ્રણીઓ તથા અનેક સંગઠનનાં કાર્ય કરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ૫૫૧ જેટલા દીવાઓ પ્રગટાવી શુભેચ્છા પાઠવી હતી આજના કાર્યક્રમમાં વડવા તાલુકા પંચાયત સીટના સદસ્ય સ્મિતાબેન પટેલ સાથે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વ્યવસ્થા દર્શનભાઈ ચોપડા તથા તેમની ટીમે સંભાળી હતી એમ બાબુભાઈ જણાવ્યું હતું