મિરજાપરના વેપારી સાથે ઈ -ચલણનાં નામે 1.67 લાખની ઠગાઈ

હાલમાં ઓનલાઇન છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે  મિરજાપરના વેપારી સાથે  આરટીઓ ચલણનાં નામે ઠગાઇ કરવામાં આવી હતી.સૂત્રો પરથી મળતી માહિતી એ-ડિવિઝન પોલીસ મથકેથી સહજાનંદ નગર, મિરજાપરમાં રહેતા યુવાન એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે  ગત તા. 16-9ના તેમના વોટસએપ નંબર પર આરટીઓ ઈ-ચલણ નોટિસ નામની ફાઈલ આવી હતી. આરટીઓ લખેલું હોવાથી તેમને થયું કે વાહનનું ઈચલણ આવ્યું છે. ફાઈલ ઓપન કરતાં તેમના ક્રેડિટ કાર્ડમાંથી 29,869 તથા 75,000 અને 62,500 મળી કુલ્લ 1,67,369 રૂપિયા મંજૂરી વગર ઓટીપી શેર કર્યા વિના ઊપડી ગયા હતા. જેથી ઓનલાઈન ઠગાઈની ફરિયાદ નોધાવવામાં આવી હતી. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ ભુજના એક એડવોકેટને આવી જ ઇ-ચલણની નોટિસ આવી હતી. આમ સાવધાન રહેવા સંબંધે `કચ્છમિત્ર’એ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. આમ આવા ડિજિટલ ઠગબાજોથી દરેકે સતર્ક રહેવું અત્યંત જરૂરી છે.