જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ભુજ-કચ્છ તથા આઇ.ટી.આઇ. ભુજ સયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લાનો ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતીમેળો તથા પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેલા (PMNAM)નું આયોજન

જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ભુજ-કચ્છ તથા આઇ.ટી.આઇ. ભુજ સયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લાનો ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતીમેળો તથા પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેલા (PMNAM)નું આયોજન કરેલ છે આ ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ પાસેથી ખાલી જગ્યાઓ મેળવી ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતીમેળો તથા આઇ.ટી.આઇ. ભુજ દ્વારા પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેલા (PMNAM)નું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળામાં ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ. પાસ, ડીપ્લોમા/બી.ઈ., સ્નાતક તથા અનુસ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમેળા માં ઉપસ્થિત સહી શકશે. વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષની રહેશે. આ રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રનાં નામાંકિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહી તેમની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરશે. આ ઉપરાંત વિવિધ સ્વરોજગાર સંસ્થાઓ દ્વારા પ્રેરણાત્મક સ્વરોજગાર માર્ગદર્શન શિબિર તેમજ પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ અને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના વિશે આઉટરીચ કાર્યક્રમ યોજાશે.