એતિહાસિક અંજાર શહેર મધ્યે સમગ્ર કરછ ના વિદ્યાર્થીઓ માટે 1966 થી આહીર સમાજ ના આગેવાનો દ્વારા મુરલીધર વિદ્યામંદિર ની સ્થાપના કરવામાં આવેલ હતી.સંસ્થા ના તે સમય ના સ્થાપક સ્વ.ખીમજીભાઈ જેસંગ,સ્વ.લક્ષમણભાઇ પૂજા,સ્વ.સવાભાઈ પટેલ તેમજ સ્વ.હીરજીભાઈ બલદાણીયા ની આગેવાની હેઠળ તેમજ સમગ્ર કરછ ના આહીર સમાજ ના દાતાઓ ના આર્થિક સહયોગ થી મુરલીધર વિદ્યામંદિર ઉભું કરવામાં આવેલ હતું,કરછ આહીર મંડળ ના પ્રમુખ શ્રી ત્રિકમભાઇ તેમજ કરછ આહીર યુવક મંડળ ની આગેવાની તેમજ કરછ આહીર મંડળ ના મંત્રી શ્રી મુરજીભાઈ આહીર તેમજ યુવક મંડળ ના મંત્રી શ્રી ભાવિક સોરઠીયા તથા સમસ્ત યુવક મંડળ ના સભ્યો દવારા 32 મો સરસ્વતી સન્માન સમારોહ,આહીર ખેલ મહોત્સવ-4,ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન,લોક ડાયરો,તેમજ મોટિવેશનલ સેમિનાર નું ભવ્ય આયોજન મુરલીધર વિદ્યામંદિર અંજાર મધ્યે કરવામાં આવેલ હતું, આજે આ સંસ્થા ને 53 વર્ષ પૂર્ણ થઇ ગયેલ છે આજે સમાજ ના 650 વિદ્યાર્થીઓ ઉરચ ગુણાંકે પાસ થયેલ હતા તેમને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતા.આહીર ખેલ મહોત્સવ માં કરછ ઉપરાંત ગુજરાત માંથી સ્પર્ધકોએ ડિજિટલ આહીરાત ના માધ્યમ થી ભાગ લીધેલ હતો,કરછ આહીર મંડળ માં 1966 થી અભ્યાસ કરી ચૂકેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું સંમેલન રાખવામાં આવેલ હતું તેમાં દાન ની પહેલ નાખવામાં આવતા માત્ર 5 મિનિટ માં રૂપિયા 22 લાખ નો ફાળો નોંધાયેલ હતો ત્યારબાદ સમગ્ર ગુજરાત માંથી આહીર કલાકારો દ્વારા નિઃશુલ્ક લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલ હતું તેમાં 22 કલાકારો દ્વારા સંતવાણી,ભજન પીરસવા માં આવેલ હતું,ત્યારબાદ પ્રખર વક્તા શ્રી ધર્મેન્દ્રભાઈ કનારા દ્વારા મોટિવેશન સ્પીચ આપવામાં આવેલ હતી.ત્યારબાદ થોડા દિવસ અગાઉ કપિલ વરચંદ નું મૃત્યુ પામેલ હતું તેના શરીર એનું અંગદાન કરતા ત્રણ માનવ જિંદગી માં કપિલ ધબકી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય ના મંત્રી શ્રી વાષણ ભાઈ આહીર દ્વારા કપિલ ના પિતા શ્રી નું વિશેષ સન્માન કરવામાં આવેલ હતું,આ કાર્યક્રમ માં કરછ આહીર મંડળ ના પૂર્વ પ્રમુખ શ્રી બાબુભાઇ હુંબલ,રમેશ ભાઈ ચોટારા,બાબુભાઇ ધમાભાઈ,રૂપાભાઇ ચાડ,ત્રિકમભાઇ છાંગા,વાઘજીભાઈ આહીર,કિરણભાઈ બોરીચા,શામજીભાઈ ડાંગર,પ્રેમજીભાઈ પેડવા,પુંજાભાઈ આહીર,સુનિલ જરુ,હરેશ જરુ,ગોપાલ ડાંગર,દિનેશ માતા,ભરત આહીર,કલ્પેશ ડાંગર,લધેશ આહીર,વિપુલ ખુંગલા,દિપક ડાંગર,હરિ આહીર,કાનજી છાંગા,જીતેશ આહીર,હીરાભાઈ ચાવડા,ક્રિષ્ના કોઠીવાર,અનિલ બોરીચા,યશ કાપડી,ભાવેશ હડિયા,કિરણ ચૈયા,રમેશ વીરા તેમજ નિર્ણાયક તરીકે અરજનભાઇ ગોહિલ,કલ્પનાબેન જરુ,અરુણાબેન બલદાણીયા,સેજલબેન આહીર,નંદલાલ છાંગા,નરશી આહીર દ્વારા કાર્યકર્મ ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન હીરજી (મેક્ષ) આહીર દ્વારા કરવામાં આવેલ હતું તેવું કરછ આહીર યુવક મંડળ ના ઉપ પ્રમુખ જીતેન્દ્ર ચોટારાયે અખબારી યાદી દ્વારા જણાવેલ છે.