જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંજાર પોલીસ
અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની ગે.કા. પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ ઇન્સ.બી.આર.પરમાર સા. ને ખાનગી રાહે અંગે હકિક્ત મળેલ કે મેધપર (બો) મા આવેલ વિમલ કંપની અંદર ગેસ્ટ હાઉસમાં ગેસ્ટ હાઉસના મેનેજર અશ્વીનભાઇ ગોપાલભાઇ કંસારા દ્રારા બહારથી જુગારના ખેલીઓ બોલાવી તેઓની પાસેથી નાળ ઉભરાવી ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમાડી તેઓ પાસેથી નાલ ઉઘરાવે છે જેથી તે બાતમી આધારે હક્કિત વાળી જગ્યા એ જુગાર અંગે રેડ કરી આરોપીઓ
(૧) અશ્વીનભાઇ ગોપાલભાઇ કંસારા ઉ.વ.૪૮ રહે. મ.નં.૧૮૬,શિવધારા સોસાયટી,મેધપર (બો)
મુળ રહે. મ.નં.૫, પૂષ્પાવતી સોસાયટી,રાધનપુર રોડ,મહેસાણા
(૨) દિનેશભાઇ રામદાસ પટેલ ઉ.વ.૪૮ રહે.મ.નં.૪૬,મારૂતિનગર,મેધપર(બો.) તા.અંજાર
મુળ વિજાપુરડા તા.બેચરાજી જી.મહેસાણા
(૩) અલ્પેશભાઇ ડાહ્યાભાઇ પટેલ ઉ.વ.૩૭ રહે. મ.નં.૪૪,પુરૂર્ષોતમનગર,મેધપર(બો.) તા.અંજાર
મુળ-ચવેલી તા.ચાણસ્મા જી.પાટણ
(૪) ભરતભાઇ ભાવાભાઇ પટેલ ઉ.વ.૪૦ રહે.પ્લોટ નં.૨૩૯,પુરૂર્ષોતમનગર,મેધપર(બો.)તા.અંજાર
મુળ-પીપળ તા.ચાણસ્મા જી.પાટણ
(૫) રમણભાઇ માનચંદદાસ પટેલ ઉ.વ.૫૨ રહે.મ.નં.૪૪૫,રાધેકિષ્ણાનગર,મેધપર(બો.)તા.અંજાર
મુળ મ.નં.૬૪ શ્યામવિહાર સોસાયટી મોઢેરા રોડ મહેસાણા
વાળાઓને રોકડા રૂપિયા- રૂ.૩૫,૦૮૦/૦૦ ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા વાહન નંગ-૦૨ કિ.રૂ. ૨,૭૦,૦૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૨૩,૫૦૦/૦૦ એમ કુલ્લે મળી રૂ.૩,૨૮,૫૮૦/૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ