તમારું SIM બીજાને વાપરવા આપશો તો થશે જેલ

હવે પોતાના દસ્તાવેજ આપીને ખરીદી કરી હોય, તે સિમકાર્ડ બીજા કોઇને આપવાથી ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.મળતી માહિતી મુજબ ભારત દેશના દૂરસંચાર વિભાગે સોમવારે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી, જેમાં દંડ, સજા સહિતની જાગેવાઇઓ છે. બોગસ ઓળખના આધારો પર સિમ ખરીદી કે વેચાણ કરવા તેમજ મોબાઇલના આઇએમઇઆર નંબર સાથે ચેંડા કરવા બદલ ત્રણ વર્ષ સુધીની જેલ અને 50 લાખ રૂપિયા સુધી દંડ થઇ શકે છે. કેન્દ્ર સરકારે સલાહ આપતા જણાવ્યું છે કે, તમામ નાગરિકો સંચાર સારથિ પોર્ટલ અથવા એપ પર તેમની આઇડી પર જાણકારી વિના કોઇ અજાણ્યો મોબાઇલ નંબર એકિટવ નથી ને તે તપાસી લે. દૂરસંચાર વિભાગે સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, પોતાનું સિમ ખરીદી બીજાને વેચવા, ભાડે આપવા કે સાયબર અપરાધ માટે ઉપયોગ થવા દેશે, તેવી વ્યક્તિ સામે પણ કાનૂની કાર્યવાહી થશે. એડવાઇઝરી મુજબ, જે મોબાઇલના આઇએમઇઆર નંબર સાથે ચેડાં કરાયાં છે, તેનો ઉપયોગ પણ ગેરકાનૂની છે. છત્તીસગઢમાં એક મોટી સાયબર છેતરપિંડી બાદ ટેલિકોમ વિભાગે આ પગલું લીધું છે. રાજ્યમાં એક વ્યક્તિ પાસેથી 25 સિમકાર્ડ મળ્યા હતા. મામલો સામે આવતાં જ એ એજન્ટને બ્લેકલિસ્ટ કરી, તમામ 25 બોગસ મોબાઇલ નંબર તરત બંધ કરી દેવાયા હતા.