પૂર્વ કચ્છ જિલ્લા ખાતે “સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સામખીયારી પી.બી.છાડવા હાઇસ્કુલ ખાતે નાર્કોટીકક્સ ડ્રગ્સ અને સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજવામાં આવેલ.

આજરોજ “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત નાર્કોટીકસ ડ્રગ્સ અંગે જાગૃતિ તથા સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ સેમિનાર શ્રી પ્રેમજી ભીમજી છાડવા હાઇસ્કુલ સામખીયારી ખાતે યોજવામાં આવેલ જેમાં સ્કુલના વિધાર્થીઓને સાયબર કાઈમ શું છે અને સાયબર વર્લ્ડ ની ગતિવિધીથી વાકેફ કરી સાયબર સુરક્ષાના ઉપાયો જેમાં સ્ટ્રોંગ પાસવર્ડ,ડુ-ફેક્ટર ઓથેન્ડીકેશન શું છે, આઈ.પી.એડ્રેસ શું છે, મોબાઇલ હેડિંગ તથા એ.આઈ. વિશે વિસ્તૃત માહિતી આપી સાયબર ક્રાઈમથી બચવા શું કરવું શું ન કરવું તથા ભારત સરકારના એન.સી.આર.પી. પોર્ટલ અંગે તથા સાયબર કાઇમનો ભોગ બનનાર વ્યકિતને તરતજ સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ ઉપર ફરીયાદ લખાવવા અંગે તથા નાર્કોટીક્સ ડ્રગ્સ જેવા વ્યસ્નોથી યુવા ધન કઈ રીતે બરબાદ થાય છે તથા નશો કરનાર વ્યકિતને કઈ રીતે ઓળખવો, નાર્કોટીકસ ડ્રાગ્સના દુષણથી જાગૃત રહેવા અને ખરાબ દોસ્તી સારા વ્યકિતત્વને કઈ રીતે ખરાબ કરી નાખે છે તે અંગે જણાવી “નશાને હમેંશા ના કહો, વિગેરે સ્લોગન સાથે ભારત સરકારના માનસ પોર્ટલ હેલ્પ લાઈન નંબર ૧૯૩૩ તથા નાર્કોટીક્સ ડ્રગ્સ પોલીસ હેલ્પલાઈ નંબર ૧૯૦૮ અંગે જાણકારી આપી હાજર રહેલ વિધાર્થીઓ તથા શિક્ષકોને કોઈપણ પ્રકારનો નશો નહી ક૨વા અને દેશના સારા નાગરીક બનવા અને નશા મુકત સમાજનો નિર્માણમાં સહભાગી થવા અંગે સપથ લેવડાવવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી જયોતિબેન પરમાર તથા એસ.ઓ.જી. ગાંધીધામના એ.એસ.આઈ. ગોપાલ સોધમ તથા વિજયસિંહ રાણા તથા શિક્ષકો તથા શાળા ૧૧૦ વિધાર્થીઓ હાજર રહેલ હતા