ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ જશે અમેરિકાના પ્રવાસે

image

ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગનો અમેરિકાનો પ્રવાસ સુનિશ્ચિત બની ગયો છે.ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાનાં કહ્યા મુજબ 23થી 25 સપ્ટેમ્બર સુધી જિનપિંગ અમેરિકાની યાત્રાએ જશે.આ દરમિયાન તેઓ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્વની મંત્રણા કરશે અને આ બેઠક ઉપર આખા વિશ્વની નજર રહેવાની છે. જિનપિંગ 23મીએ વોશિંગ્ટનમાં ઉતરણ કરશે અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે શિખર મંત્રણા કરશે.સમગ્ર વિશ્વમાં અનિશ્ચિતતાઓ પ્રવર્તે છે ત્યારે જિનપિંગની આ મહત્ત્વની યાત્રા માટે આવકારવા ટ્રમ્પ પોતે એરપોર્ટ ઉપર જાય તેવી સંભાવના છે. બન્ને નેતાઓ વચ્ચેની આ મુલાકાતમાં વેપાર, ટેકનોલોજી, વ્યાપક રણનીતિ સહિતનાં મુદ્દે તનાવ ઘટાડવા માટેની ચર્ચા સંભવ છે. ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ જિનપિંગ સાથેશક્ય તમામ મુદ્દાઓની ચર્ચા કરશે.