કેનેડામાં તાલીમ વખતે પ્લેન ક્રેશ : બે ભારતીય છાત્રનાં મોત
કેનેડામાં ફલાઈટ ટ્રેનિંગ દરમિયાન બનેલી દુ:ખદ હવાઈ દુર્ઘટનામાં બે ભારતીય છાત્રનાં મોત થયા છે. મળતી માહિતી મુજબ ઘટનાની પુષ્ટિ કેનેડા સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી આપવામાં આવી હતી. આ ઘટનામાં જીવ ગુમાવનારા ભારતીય છાત્રની ઓળખ તમિલનાડુના મનોજ શિવકુમાર અને પુડ્ડુચેરીના શ્રીસરન તિરુજ્ઞાનસંબંધમ તરીકે થઈ છે. વિમાન દુર્ઘટના ઉપર વેંકુવર સ્થિત ભારતના દૂતાવાસે શોક વ્યક્ત કર્યો હતો. દૂતાવાસે સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે વેંકુવર સ્થિત દૂતાવાસ મનોજ અને શ્રીસરનના મૃત્યુ ઉપર શોક વ્યક્ત કરે છે. બન્ને ભારતીય છાત્રના મૃત્યુ કેનેડામાં ઉડાન પ્રશિક્ષણ દરમિયાન બનેલી દુ:ખદ વિમાન દુર્ઘટનામાં થયા છે. દૂતાવાસે આગળ જણાવ્યું હતું કે આ દુ:ખની ઘડીમાં સંવેદના શોકાતુર પરિવાર સાથે છે.