વિદેશીદારૂ ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે સુચના અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન રણજીતસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “અરીહંતનગરમા આવેલ ગરબી ચોક પાસે ફોરેસ્ટની દીવાલ પાસે જગ્યામા એક ઇસમ જેને શરીરે બ્લુ કલરનુ ટી-શર્ટ પહેરેલ છે જેનુ નામ મહાવીરસિંહ ઝાલા છે જે પોતાના કબ્જામા ઇંગ્લીશ દારૂ રાખી તેનું ગેરકાયદેસર વેચાણ કરે છે.અને હાલે આ વેચાણની પ્રવ્રુતી ચાલુમાં છે.” જે હકીકત આધારે તપાસ કરતા ઉપર મુજબની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન સી. પાર્ટ ગુ.ર.નં.૯૭૦/૨૦૨૬ પ્રોહિ ક.૬૫(એ)(ઇ),૮૧ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.