આધોઇમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

આધોઇ ગામની ઉદેપુર પ્રાથમિક શાળા ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીના સુપરવિઝન હેઠળ સેવા સેતુ કાર્યક્રમના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તેવો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વિજયસિંહ જાડેજા, ગામના સરપંચ શ્રી રાજાભાઈ પટેલ, ગામના આગેવાનો, તલાટીશ્રી, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નારાયણસિંઘ, તાલુકા સુપરવાઈઝર સૂર્યકાંતભાઈ, MTS કૌશિકભાઈ, PHC વિજપાસરના MO ડૉ. તૈફુર સાહેબ તથા PHC સુપરવાઈઝર વિજયભાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.
સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ દ્વારા ગ્રામજનો પાસેથી અરજીઓ સ્વીકારી સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય વિભાગ દ્વારા CHO યશભાઈ પ્રજાપતિ, MPW જયરામભાઈ, વજુભાઈ રવિભાઈ તથા આશા તૃષ્ણાબેન દ્વારા આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી હતી. ગ્રામજનોએ એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓનો લાભ મળતાં કાર્યક્રમને આવકાર્યો હતો.